નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિશુવિહારનું સન્માન

680
bvn1122017-2.jpg

ભાવનગર જાણીતા સામાજીક સેવા સંસ્થા શિશુવિહાર દ્વારા બાળકોના આંખ તપાસ અને લોહીમાં હીમોગ્લોબિન તપાસની સેવા પ્રવૃત્તિ છેલ્લા ૯ વર્ષથી ચાલે છે કોઈપણ સરકારી સહાય વિના જન સહયોગથી ચાલતી સેવા પ્રવૃત્તિ અંતર્ગત સંસ્થા બાળ પુસ્તકાલય સ્થાપી પ્રત્યેક વરસે બાળકોને બીજા ૧૦૦-૧૦૦ પુસ્તકો ભેટ સ્વરૂપે આપે છે. પુસ્તકો માત્ર વિતરણ ન રહી જાય તે માટે બાળક પુસ્તક આધારિત ચિત્રવાર્તા કાર્યક્રમો યોજી બાળકોના ચિત્રો અને ફોટા સાથે કેલેન્ડર પ્રકાશિત કરે છે. શિશુવિહારની નિષ્કામ સેવા પ્રવૃત્તિઓને શિક્ષણ સમિતિ દ્વારા જાહેર સમારોહથી બિરદાવવામાં આવેલ. 
ચેરમેન શિક્ષણ સમિતિની પ્રેરક ઉપસ્થિતિમાં સભ્યોએ ડો.નાનકભાઈ ભટ્ટનું નાગરિક સન્માન કર્યુ હતું.

Previous articleરાજુલામાં હીરાભાઈના પ્રયાસોથી શરૂ થયેલા રસ્તાના કામોનો ધમધમાટ
Next articleભગવદ્‌ગીતા પ્રાગટ્ય દિન નિમિત્તે શાંતિ નિકેતન આશ્રમે રક્તદાન કેમ્પ