સીવીલમાંથી ચોરેલી રીક્ષા સાથે વાહનચોર પકડાયા 

899
gandhi992017-5.jpg

શહેરી વિસ્તારમાંથી વાહન ચોરીનાં બનાવો વધી રહ્યા છે. જેમાં ગાંધીનગર સિવિલ તથા સેકટર ૨૮નો બગીચો વાહન ચોરોની કર્મભુમી બની રહી છે. બંને જગ્યાથી વાહન ચોરીનાં બનાવો નોંધાવા છતા કોઇ સિક્યુરીટી નથી. જો કે સિવિલ કેમ્પસમાં તો ર્પાકિંગ હોવા છતા લોકો ર્પાકિંગનાં પૈસા બચાવવા આડેધડ વાહનો પાર્ક કરે છે અને ચોરાઇ જાય છે. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સીએનજી રીક્ષા ચોરતા બે શખ્સોને પકડી લીધા છે. એલસીબી પીએસઆઇ કૃણાલ પટેલની ટીમનાં જવાનો જયવિરસિંહ, સંદિપકુમાર વાહન ચોરી અટકાવવાની દિશામાં પ્રયત્નશીલ હતા. ત્યારે નિકોલ વિસ્તારમાંથી રીક્ષા ચોરનાર શખ્સો ગાંધીનગર સિવિલ પાસે ચોરીની રીક્ષા સાથે હોવાની બાતમી મળી હતી. એલસીબી ટીમે ધોળાકુવામાં રહેતા ભીખા ઝાલાભાઇ ભરવાડ તથા વિજય જીવણભાઇ ભરવાડને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી મળેલી રીક્ષા ગત ૩જી જુનનાં રોજ નિકોલ ભક્તિ સર્કલ પાસે આવેલી કેશવ કંન્ટ્રકશન સાઇટ પરથી ચોરાઇ હોવાનું નિકોલ પોલીસ સ્ટેશનથી ખુલ્યુ હતુ. 

Previous article પથિકાશ્રમ પાસે કારે બે એકટીવા ચાલકને કચડયા 
Next article રાજુલાના ધુડીયા આગરિયા ગામે સેવા સેતુમાં ૧૩૯ર પ્રશ્નોનો નિકાલ