ગારિયાધારમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી

695
bvn3122017-2.jpg

ઈસ્લામ ધર્મના સ્થાપક મહાન મહંમદ પયગંબર સાહેબના જન્મદિન ઈદે મિલાદની ગારિયાધાર શહેરમાં શ્રધ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વળી આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના રાજમાર્ગો પર ઝુલુસ કાઢી તેમજ એકબીજાને મુબારકબાદી પાઠવવામાં આવી હતી.
જ્યારે આ પ્રસંગે ઝુલુસના રૂટ પર ન્યાજરૂપી નાસ્તા તેમજ ઠંડાપીણાના સ્ટોલોનું આયોજન કરવામાં આવેલ અને વિવિધ રાજકિય પક્ષોના આગેવાનો દ્વારા મુસ્લિમ સમાજની મુલાકાતો પણ લેવામાં આવી હતી.