ઉદયપુરમાં ફોટોગ્રાફર અજય જાડેજાનું ફોટો પ્રદર્શન યોજાયું

761
bvn3122017-7.jpg

ઉદયપુર ખાતે રાજ્ય લલીત કલા અકાદમી દ્વારા તા.ર૬-ર૭-ર૮ ૩ દિવસ બાગોરની હવેલીમાં ફોટોનું પ્રદર્શન યોજાય ગયું. આ પ્રદર્શનમાં ૩૦ ફોટોગ્રાફ્સ રાજમહેલના મુકવામાં આવ્યા હતા. 
પ્રદર્શનને ધ રોયલ પેલેસ નામ અપાયું હતું. આ પ્રદર્શનને આમેટના રાજવી પ્રભુ પ્રકાશસિંહજીના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રદર્શનને વિદેશી સહેલાણીઓએ મોટીસંખ્યામાં નિહાળ્યું હતું. અજય જાડેજા દ્વારા ભારતમાં મુંબઈ, ગોવા, પુના, દિલ્હી, જયપુર, સીમલા, નેપાળ વિગેરેમાં યોજાઈ ચુક્યા છે. તેઓને અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે.

Previous articleડો.જય બદીયાણીનું વ્યાખ્યાન
Next articleગારિયાધારમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી