હીરાભાઈ સોલંકીના સમર્થનમાં આજે રાજુલા ખાતે અમિત શાહની મહાસભા

759
bvn5122017-1.jpg

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આજે હીરાભાઈ સોલંકીના સમર્થનમાં જોરદાર મહાસભા રાજુલાના ભેરાઈ રોડ બાલકૃષ્ણ ફાર્મ હાઉસે યોજાશે.
રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અમિતભાઈ શાહની હીરાભાઈ સોલંકીના સમર્થનમાં ભેરાઈ રોડ રાજુલા ખાતે મહાસભાનું આયોજન કરેલ છે પણ વાતાવરણના હિસાબે જો સાનુકુળ હશે અને વરસાદનું વિઘ્ન ન આવે તો રાજુલા-જાફરાબાદ-ખાંભા તાલુકાની જનતામાં અમિતભાઈની મહાસભામાં જવા થનગનાટ અનુભવી રહ્યાં છે. જેની પૂર્વ તૈયારી કરી રહેલ ચેતનભાઈ શિયાળ, કમલેશભાઈ મકવાણા, સંજયભાઈ ધાખડા, નગરપાલિકા પ્રમુખ ચેરમેન દિલીપભાઈ જોશી, ભાજપ પ્રમુખ મયુરભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, પ્રતાપભાઈ મકવાણા, પ્રદેશ ડેલીકેટ, મનુભાઈ ધાખડા, ભાનુદાદા રાજગોરની અલગ અલગ ટીમો તેમજ જગુભાઈ ધાખડા, પ્રતાપભાઈ ઉચૈયા, તખુભાઈ ભચાદરની ટીમો ગામડે ગામડા ખુદી રહી છે. નિર્ણય મોડીરાત્રે લેવાશે તેમ જણાવાયું છે તેમજ સુરક્ષા વ્યવસ્થા માટે તંત્રને હાઈએલર્ટ કરાયું છે.

Previous articleરાજુલા-જાફરાબાદ, ખાંભામાં કોંગ્રેસનાં અમરીશભાઈ ડેરને મળતુ જબ્બર સમર્થન
Next articleએઈડ્‌સગ્રસ્તો માટે ફંડ એકત્ર કરાયું