જેસરના વડવાળાનગરમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

797
bvn432018-10.jpg

જેસર પો.સ્ટે.ના પોલીસ સબ ઈન્સ્પેકટર બી.કે. પરમાર તથા પ્રો.સબ. ઈન્સ. એસ.આઈ. સુમરા, પો.સ્ટાફના આસી. સબ ઈન્સ. પ્રવતસિંહ ડાયરા, પો.કોન્સ. અનિરૂધ્ધસિંહ સરવૈયા, પો.કો. છત્રપાલસિંહ સરવૈયા, ઘનશ્યામભાઈ દવે, હેમંતસિંહ પરમાર, વી.પી. સરવૈયા એ રીતેના પો.સ્ટાફના માણસો ધુળેટી સબબ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ચોક્કસ બાતમી આધારે તા.ર-૩ના રોજ જેસર વડવાળાનગર ખુલ્લામાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા રાજુભાઈ ભીમજીભાઈ ચૌહાણ, ભયલુભાઈ ગોરધનભાઈ મકવાણા-કોળી, રાજુભાઈ દામજીભાઈ રાઠોડ, મુકેશભાઈ મંગાભાઈ રાઠોડ, બાબુભાઈ બચુભાઈ મકવાણા, વિજયભાઈ શંભુભાઈ ડાભી, વિનુભાઈ કાળુભાઈ મકવાણાને કુલ રૂપિયા ૪૮૦૦ તથા ગંજી પતાના પાનાઓ સાથેના મુદ્દામાલ સાથે રેઈડ દરમ્યાન પકડી તેઓની વિરૂધ્ધમાં જુગારધારા કલમ ૧ર મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.