રંઘોળા : મૃતકોના પરિવારને માંડવીયાના હસ્તે સરકારી સહાયના ચેક અર્પણ કરાયા

810
bvn1322018-2.jpg

આજે તા. ૧૦ માર્ચે કેન્દ્રિય સડક પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ભાવનગર રાજકોટ હાઈવે પર રંઘોળા નજીક બનેલ ટ્રક દુર્ઘટનાના મ્રુતકોના પરિવારજનો ને ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અનીડા ગામે મળી સાંત્વના આપી હતી 
તેમણે ઘાયલ લોકોની સર. ટી. હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર થઈ રહી હોવાનું જણાવી આ દુર્ઘટના માટે જવાબદાર દોષિતોની સામે કાર્યવાહી કરવામા આવશે તેમ પણ ઉમેર્યુ હતુ.  
માન. મંત્રીએ  અનિડા ગામના  મ્રુતકોના પરિવારજનો ને અંદાજે રૂપિયા એક કરોડ થી પણ વધુ રકમના ચેકો અર્પણ કર્યા હતા રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ જેવી કે મુખ્યમંત્રી રાહત ફંડ, વિધવા સહાય, વિધાદીપ, પાલક માતા પિતા યોજના અંતર્ગત આ ચેકો અપાયા હતા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ આણંદજી કલ્યાણજી પેઢી, વેલનાથ મિત્રમંડળ, બજુડ યુવક મંડળ, ઢસા ગ્રામજનો, દામનગર/ ચભાડીયા/ ભુરખીયા મંદિર, ભાવનગરના દાતાઓ,વાંકિયા હનુમાન આશ્રમ,વળાવડ કન્યા વિધાલય, ભાવનગર શિહોર મુસ્લિમ સમાજ, કે. આર. એજ્યુકેશન ટ્રસ્ટ, લોઈંચડા,આંબલા અનિડા દુધ સહકારી મંડળી રામા મંડળ કુંભણ સોનગઢ ગુરૂકુળના વિધાર્થીઓ દ્વારા મ્રુતકોના તેમજ ઘાયલોના પરિવારજનોને માટે ચા,નાસ્તો, જમવાની વ્યવસ્થા કરાઈ છે તેમજ ઘર વપરાશની ચીજ વસ્તુઓની કીટો આપવામાં આવી હતી. આ કીટોમાં દાળ, ચોખા, તેલનો ડબ્બો, તમામ પ્રકારના કરિયાણાનો સમાવેશ થાય છે. આ વેળાએ સાંસદ ડો. ભારતીબેન શિયાળ,   ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, જિલ્લાના સંગઠનના સભ્યો,  જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક, પાલીતાણાના પ્રાંત અધિકારી પટેલ, મામલતદાર પંડ્યા સહિત જિલ્લા વહિવટી તંત્ર ની ટીમ પણ હાજર રહી હતી. 

Previous articleકોઈપણ સમસ્યાનો ઉકેલ કેળવણી છે પરંતુ આજે તેમા ઘણી સમસ્યા છે : પૂ.મોરારિબાપુ
Next articleરાજકોટમાં દેશભરના રરર મહિલા આર્ટીસ્ટોનું પ્રદર્શન અંજલીબેન રૂપાણીએ ખુલ્લુ મુકાયું