રાજકોટમાં દેશભરના રરર મહિલા આર્ટીસ્ટોનું પ્રદર્શન અંજલીબેન રૂપાણીએ ખુલ્લુ મુકાયું

3699
bvn1322018-7.jpg

રાજકોટ ખાતે રરર મહિલા આર્ટીસ્ટોના ચિત્ર અને ફોટોનું  પ્રદર્શન નારી શકિત ૩ દિવસ ખુલ્લુ મુકાયુ્‌્‌. રોજે હજારો લોકોની મુલાકાત આ પ્રદર્શનમાં જોવા મળી છે. આ પ્રદર્શનમાં અંજલીબેન રૂપાણી, રાજકોટ ધુબરાણી સાહેબ કાંદબરી દેવી, ડે. મેયર દર્શીતા શાહ, વિણાબા જાડેજા, એકતા સોઢા સીઈઓ કેડમસ, વગેરે મહેમાનોએ હાજરી આપી હતી. બીજા દિવસે યુવરાજ ઓફ રાજકોટ માંધાતા સિંહજીએ મહિલા આર્ટીસ્ટોને પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા હતાં. પ્રદર્શનમાં ભાવનગરની ૧૦૪ મહિલા આર્ટીસ્ટોએ ભાગ લીધો હતો. જયારે સમગ્ર આયોજનનો યશ ભાવનગરના ફોટોગ્રાફર અજય જાડેજાને આપવામાં આવ્યો હતો. પ્રદર્શનને નિહાળવા બહોળી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.