કોઈપણ સમસ્યાનો ઉકેલ કેળવણી છે પરંતુ આજે તેમા ઘણી સમસ્યા છે : પૂ.મોરારિબાપુ

715
bvn1322018-11.jpg

કૈલાસ ગુરૂકુળ, મહુવા ખાતે શિક્ષણપર્વ-૨ના સમાપન પ્રસંગે પૂજ્ય બાપુએ પોતાનો રાજીપો વ્યક્ત કરીને જણાવ્યું કે સર્વની સર્વાતમુખી મુક્તિ એટલે વિદ્યા આ માટે દસે દિશામાં આપણું મુખ હોવુ જોઈએ પણ એ દશાનન રાવણના ન હોવા જોઈએ આપણા આંતરિક વિકાસ અને વિશ્રામ માટે આપણા દસ મુખ પૈકી ૬ શંકર પુત્ર કાર્તિકેયના હોય અને ચાર મુખ બ્રહ્માના હોય.
પિતામહ બ્રહ્માના ચાર મુખ એટલે ચાર વેદ બાપુએ કહ્યું કે વેદનો અર્થ આજના સમય પ્રમાણે જે ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય અને સર્વજન પ્રીતાય’નો સંદેશ આપે તે બધી પ્રવૃત્તિ, બધી વિદ્યા વેદ છે. કાર્તિકેય એટલે પુરૂષાર્થ એના છ મુખ એટલે મન, કર્મ અને વચનથી કોઈ પણ પુરૂષાર્થમાં ઉતરવુ તે મહાત્મા ગાંધી અને વિનોબાજીએ મન, વચન અને કર્મથી પુરૂષાર્થ કર્યો છે. રમણ મહર્ષિએ મનથી અને શંકરાચાર્યજીએ વચનથી પુરૃષાર્થ કર્યો છે. બાકીના ત્રણ મુખ પૈકી ચોથુ મુખ એટલે આપણે પુરૂષાર્થ કૌશલ્ય પૂર્વક કરીએ, કૃપણતાપૂર્વક નહી, પાંચમુ મુખ એટલે પુરૂષાર્થ નિમિત્તે બનીને કરીએ, નમીત બનીને નહી અને છઠ્ઠુ, પુરૂષાર્થ શ્રધ્ધાથી કરીએ, સ્પર્ધાથી નહી.
બાપુએ જણાવેલ કે દુનિયાની કોઈ પણ સમસ્યાનો એક માત્ર ઉપાચ કેળવણી છે. પણ આજે કેળવણીમાં ઘણી સમસ્યા છે તેનો ઉકેલ આપણે આવા શિક્ષકપર્વના ‘જણતલ જોશીડાઓ’ મારફત લાવવો પડશે અનુકુળતાએ શિક્ષણ પર્વ ૩ના આયોજન માટે રાજીપા સામે સંમત્તિ આપી હતી. આજના સમાપન દિવસની તૃતિય ગોલ્ડીના પ્રારંભે અતુલ પંડ્યાના સંચાસન અંતર્ગત ગુજરાતના ત્રણ સમર્પીત શિક્ષકોએ અનુભવ કથન કર્યુ જેમાં ગોધરા જીલ્લાના નવા નદીસર પ્રા.શાળાના રાકેશ પટેલે અભ્યાસક્રમને રસપૂર્ણ બનાવવા પોતે કરેલ પ્રવૃત્તિઓ, સુરેન્દ્રનગર જીલ્લાના મુળીના મહિપાલસિંહ જેતાવતે વિદ્યાર્થીઓ જાતે શીખતા થાય એ માટે પોતે કરેલ પ્રવૃત્તિઓ અને ગાંધીનગરના રાજપુરા પ્રા.શાળાના બિંદુબેન ઝાલાએ વિષય શિક્ષણને જીવન સાથે જોડવા માટે પોતે કરેલ પ્રવૃત્તિઓનો રસપૂર્ણ અહેવાલ રજુ કર્યો.
સંગોષ્ઠીના બીજા વિભાગમાં પ્રતાપભાઈ ત્રિવેદીના સંચાલન અંતર્ગત વિદ્યાલયની ગુણવત્તા વધારવા વિશે મારી કાર્ય યોજના વિષય પર જુદા જુદા સાત શિક્ષક ભાઈ બહેનોએ પોત પોતાની રૂપરેખા રજુ કરી અંતમાં ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ મનસુખભાઈ સલ્લાએ આભાર દર્શન કર્યુ.

Previous articleતક્ષશિલા વિદ્યાપીઠમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જનસંપર્ક કાર્યક્રમનું આયોજન
Next articleરંઘોળા : મૃતકોના પરિવારને માંડવીયાના હસ્તે સરકારી સહાયના ચેક અર્પણ કરાયા