તક્ષશિલા વિદ્યાપીઠમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જનસંપર્ક કાર્યક્રમનું આયોજન

677
bvn1322018-1.jpg

ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય ભાવનગર દ્વારા ભાવનગરની તક્ષશિલા વિદ્યાપીઠ ખાતે સ્વચ્છ ભારત, સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશના એડિશનલ ડિરેકટર જનરલ આર.પી. સરોજના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાત ડી.એફ.પી.ના ડિરેકટર મનીષ ગૌત્તમ, ભાવનગર ડેપ્યુટી કમિશ્નર એન.ડી.ગોવાણી, ભાવનગર મહાપાલિકાના સોલિડ વસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા રાજેન્દ્ર શુકલા, તેમજ તક્ષશિલા વિદ્યાપીઠના ભરતસિંહ મોરી, મૌલિક પાઠક અને વિવિધ વિભાગના વડાઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. 
ક્ષેત્રિય પ્રચાર કાર્યાલયના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ મહેમાનોના સ્વાગત સાથે કાર્યક્રમોનું હેતુ સ્પષ્ટ કર્યો હતો. ભારત સરકારના સુચન અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશના એડિશનલ ડિરેકટર જનરલ આર.પી. સરોજ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સેનેટરી ઈન્સ્પેકટરના વિભાગમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને તેમના જ વિભાગની કામગીરીને અનુલક્ષીને માહિતગાર કર્યા હતાં. ગુજરાત ડી.એફ.પી.ના ડિરેકટર મનીષ ગૌત્તમે સ્વચઋતા અંગે માહિતગાર કરતા કહ્યું કે સ્વચઋતાની શરૂઆત દરેક વ્યકિત પોતાનાથી કરે. પોતાનું ઘર, પોતાનો મહોલ્લો, પોતાનું ગામ, પોતાનું શહેર સ્વચ્છ કરી દેશને ર ઓકટોબર-ર૦૧૯ સુધીમાં સ્વચ્છ બનાવ ગાંધીજીના સ્વચઋતા મિશની સફળ બનાવવા સહયોગ આપવા અપીલ કરી હતી. 
ભાવનગરના ડેપ્યુટી કમિશ્નર તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વડાએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું કે ભાવનગર સ્વચ્છતા સર્વેક્ષણમાં ૩૩માં ક્રમાંકે હતું જે હાલ ર૧માં ક્રમાંકે પહોંચ્યું છે. ત્યારે આગામી સમયમાં ૧૦માં ક્રમાંકની અંદર આવે તે માટે વિદ્યાર્થીઓને સ્વચ્છતા સંદર્ભે જાગૃત કર્યા હતાં. ખાસ તો સેનેટરી ઈન્સ્પેકટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભાવનગરની સ્વચ્છતાની સેનામાં જોડાઈ જલ્દી કાર્યરત થવા હાંકલ કરી હતી. 
કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ સાથે સંદેશો આપતા નાટકની ભજવણી કરવામાં આવી હતી. એક અભિયાન સ્વરૂપે કરાયેલ જનસંપર્ક કાર્યક્રમના આયોજનમાં આગામી ત્રણ દિવસો દરમિયાન સ્વચઋત ભારત, સ્વસ્થ ભારતના નારા સાથે જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં શેરી નાટકના શોની ભજવણી કરવામાં આવી હતી. સાથે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું જેના વિજેતાઓને મુખ્ય કાર્યક્રમમાં એડિશનલ જનરલ ડિરેકટર અને ડિરેકટરના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.