છત્રાલ રોડ પર કેનરા બેન્કની શાખાનું એટીએમ કટરથી કાપી ૫.૮૪ લાખની ચોરી

856
gandhi7122017-6.jpg

કડી નજીક છત્રાલ રોડ પર આવેલી કેનરા બેંકની શાખાનું એટીએમ કટરથી કાપી નાખી તસ્કરોએ રૂપિયા પ.૮૪ લાખની ચોરી કરતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
કડી નજીક છત્રાલ રોડ પર જીઇબી કચેરી નજીક કેનરા બેંકની શાખાનું એટીએમ આવેલું છે. સોમવારે રાબેતા મુજબ બેંકના કર્મચારીઓ બેંક બંધ કરી નીકળ્યા હતા. દરમ્યાનમાં વહેલી સવારે તસ્કરોએ બેંકના આ એટીએમને ટાર્ગેટ બનાવી ગેસ કટરથી સિફટપૂર્વક એટીએમ કાપી અંદર રહેલા રૂપિયા પ.૮૪ લાખની રકમની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા.
આ અંગે બેંકના મેનેજરને જાણ કરવામાં આવતા તેણે તાત્કાલીક કડી પોલીસને બોલાવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા અને ડોગ સ્કવોડની મદદથી સઘન તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી તસ્કરોનું કોઇ પગેરું મળી શક્યું નથી. કડી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Previous articleસુરત : વાવાઝોડાનું સંકટ ટળ્યું : ઓખી દરિયામાં જ સમાઈ ગયું
Next articleજિગ્નેશ મેવાણીના કાફલા પર હુમલો પથ્થર મારી ગાડીના કાચ તોડ્યા