જિગ્નેશ મેવાણીના કાફલા પર હુમલો પથ્થર મારી ગાડીના કાચ તોડ્યા

550
gandhi7122017-4.jpg

દલિત નેતા જિગ્નેશ મેવાણી સોમવારે પોતાના વડગામ મતક્ષેત્રમાં આવેલા જુદા જુદા ગામોમાં પ્રચાર કાર્ય કરી રહ્યા હતા તે દરમ્યાન ટાકરવાડા અને પટોસણ ગામમાં વાહનો પર પથ્થરો ફેંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે ગઢ પોલીસનો સ્ટાફ તાત્કાલિક પટોસણ પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી.
જન સંપર્ક યાત્રા ટાકરવાડા ગામમાં પહોંચી હતી જ્યાં જિગ્નેશ મેવાણીની પાછળની કાર પર પથ્થર વડે હુમલો થતા મેવાણીએ પોતાના કાફલા પર થયેલા હુમલાની પ્રથમ જાણ ટ્‌વીટરથી કરી હતી બાદમાં પટોસણ ગામમાં પહુચેલા મેવાણીનાં કાફલા પર ઠાકોર સેનાના આગેવાનના વાહન પર પથ્થર વડે હુમલો કરી ઇજા પહુચડવાની કોશિષ કરી હતી. આ મામલાની જાણ ગઢ પોલીસને થતા એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહુચી હતી. અને મામલો શાંત પાડ્યો હતો. જિગ્નેશ મેવાણીએ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો.દલિત નેતા જીગ્નેશ મેવાણી પર થયેલા હુમલાના આક્ષેપના પગલે સાંસદ કિરીટ સોલંકીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જીગ્નેશ પર ભાજપના કોઈ કાર્યકરોએ હુમલો નથી કર્યો. જીગ્નેશ માત્ર જૂઠ્ઠાણું ફેલાવવાનું કામ કરે છે. તે વડગામમાંથી ચૂંટણી હારવાના ડરના કારણે આવા ખોટા નાટકો કરી રહ્યો છે.