શ્રી અરવિંદ સાધના કેન્દ્ર ઓમપુરી ખાતે બીબીએના વિદ્યાર્થીઓનો એકદિવસીય સેમીનાર

999
gandhi7122017-8.jpg

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી. કોલેજ ઓફ બિજનેસ ઍડમીનીસ્ટ્રેશન ના ૬૦ વિદ્યાર્થીઓ માતર નજીક આવેલ શ્રી અરવિંદ સાધના કેન્દ્ર ખાતે એકદિવસીય યોગ-ધ્યાન તેમજ શ્રી અરવિંદ ના જીવનચરિત્ર બાબતે એકદિવસીય સેમીનાર નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ એ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. 
વિદ્યાર્થીઓ ને ઓમપુરી સંસ્થાના પ્રમુખ રમેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવા માં આવ્યા હતા. અને આશ્રમની શરૂઆતથી લઇ તેના ભવિષ્યના આયોજનો બાબતે જણાવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને પૃથ્વી, પંચતત્વ તેમજ ૐ કાર બાબતે ખુબ ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું. 
ૐ કાર પૃથ્વી, સૂર્ય સહીત સમગ્ર પ્રકૃતિ સાથે જોડાયેલ છે તે બાબત ને તાર્કિક રીતે સમજાવ્યું હતું. સાથે સાથે તેમણે વિદ્યાર્થીઓને સેલ્ફ ડેવલોપમેન્ટ એટલે કે સ્વવિકાસ માટે સ્વ ને શોધવા પર ભાર મુક્યો હતો. સાથે સાથે ભારતીય સંસ્કૃતિ તેમજ યોગ- ધ્યાન આર્યુવેદ થકી સમગ્ર દુનિયા લાભાન્વિત થઇ રહી છે. ત્યારે આપણે આપના વારસાને ભૂલી રહ્યા છીએ. તેઓના વિદેશી યુવાનો સાથે થયેલ અનુભવોના આધારે તેમણે વિદ્યાર્થીઓ ને ઉપરોક્ત શીખ આપી હતી. 
ત્યારબાદ ગાંધીનગર શ્રી અરવિંદ સાધનાકેન્દ્રના ડો.સી.કે. તન્ના સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને તેમના સાધ્ય અને સાધન બાબતે જાગૃતિ કેળવવા ની શીખ આપી હતી. અને સાધ્ય ને ગંભીરતાથી લઇ સાધન ના માધ્યમ થી સાધ્ય સુધી કઈરીતે પંહોચી શકાય તે બાબતે  માર્ગ બતાવ્યો હતો. તેઓએ વધુમાં સંસ્થા ફક્ત વિદ્યાર્થીઓ ને વર્ગખંડ માં મેનેજમેન્ટનો અભ્યાસક્રમ નહિ પણ તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કરે છે.તેને શિક્ષણ જગત માટે દીવાદાંડી સમાન ગણાવ્યું હતું. ત્યારબાદ રંજનબેન કે જેઓ અનેક તાલીમ શિબિર કરી ચુક્યા છે. તેમણે વિદ્યાર્થીઓ ને શ્રીઅરવિંદ તેમજ શ્રી માતાજી જીવન ચરિત્ર પર તલસ્પર્શી પ્રકાશ પાડ્‌યો હતો.
ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓને સમગ્ર કાર્યક્રમ માટે માર્ગદર્શિત કર્યા હતા.તેમજ વિવિધ સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવા ઉત્સાહિત કર્યા હતા. કોલેજના અધ્યાપક ડો.આશિષ ભુવા દ્વારા કોલેજની વિવિધ પ્રવૃતિઓ બાબતે જણાવ્યું તેમજ વિદ્યાર્થીઓ ને વ્યક્તિત્વ વિકાસ પર ભાર મુકવા જણાવ્યું હતું. 
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ વિદ્યાર્થીઓને આગામી સમયમાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે “બ્રેનર્સ્ટોમિંગ” ની જરૂરિયાત બાબતે માર્ગદશન આપ્યું હતું. કોલેજ ના ૧૨ વિદ્યાર્થીઓ એ વિવિધ વિષયો પર પોતાના વક્તવ્ય આપ્યા હતા. જેમાં જીગીશ ગજ્જર,યુગ, શિવાંગ ગોસ્વામી,મલેક મહંમદ, હની વ્યાસ, મોમીન,પૂજા સહીતના વિદ્યાર્થીઓ એ ખુબ સુંદર રજૂઆત કરી હતી.
સમગ્ર દિવસ ની તાલીમ શિબિર બાદ વિદ્યાર્થીઓ માં નવી ઉર્જા નો સંચાર થયો હોય. તેવું સ્પષ્ટ જણાતું હતું. વિદ્યાર્થીઓ એ તેમના અભિપ્રાય માં જણાવ્યું હતું કે આજ ના કાર્યક્રમ થી અમને અમારા ધ્યેય ને સિદ્ધ કરવા માટે ખુબ ઉપયોગી થશે. તેમજ ધ્યાન અને યોગ નું મહત્વ સાથે સાથે વિવિધ કુટેવો થી દુર રહેવા બાબતે જે શીખ મળી છે. તેને જીવન પર્યંત યાદ રાખીશું. 

Previous articleજિગ્નેશ મેવાણીના કાફલા પર હુમલો પથ્થર મારી ગાડીના કાચ તોડ્યા
Next articleગાંધીનગરના ગ્રામ્ય વિસ્તાર નાંદોલીથી કોલસેન્ટર પકડાયુ