એસ.ટી. વર્કશોપમાંથી માલ-સામાનની તસ્કરી

543
bvn7122017-5.jpg

શહેરના ચિત્રા એસ.ટી. વર્કશોપના સ્ટોરમાંથી માલ-સામાનની ચોરી થયાની બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, બનાવ અંગે મળતી વિગત મુજબ, શહેરના ચિત્રા એસ.ટી. વર્કશોપના સ્ટોરરૂમમાંથી ગત તા.૧૭-૧૦ થી ૧૪-૧૧ દરમ્યાન કોઈ અજાણ્યો તસ્કર તાંબા-પિત્તળની કોયલ તથા કેબલ વાયર મળી કુલ રૂા.પ૮ હજારના માલસામાનની ચોરી કરી લઈ ગયા હતા. બનાવ અંગે એસ.ટી.ના કર્મચારી આશિષગીરી હરેશગીરીએ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.