વિશુધ્ધાનંદ સ્કુલમાં પરમાણુ ઉર્જા સંદર્ભે નિલમ ગોયલનો સેમિનાર

832
bhav9122017-4.jpg

ભારતની પરમાણું સહેલી ડો. નિલમ ગોયલે વિશુધ્ધાનંદ હાયર સેકન્ડરી સ્કુલ, ભાવનગર ખાતે એક સેમિનારનું આયોજન કરેલ જેમાં વિધાર્થી તેમજ વિધાર્થીનીઓ તેમજ અધ્યાપકે ભાગ લીધો જેમાં પરમાણું ઉર્જા ઉપર ડો.નિલમ ગોયલ દ્વારા મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી. તેમણે જણાવ્યું કે જેવી રીતે કોલસાથી વિજળી બનાવવામાં આવે છે તેવી રીતે જ પરમાણું ઉર્જાથી વિજળી બનાવી શકાય છે, કોલસાથી વિજળી બનાવવા માટે આપણે કોલસો સળગાવી તેની આગથી પાણી ગરમ કરીએ છીએ જેનાથી ભાપ બનાવવામાં આવે છે જે ટરબાઈનને ગોળ ગોળ ફેરવવામાં કામ આવે છે અને આ ટરબાઈન જનરેટરથી જોડાયેલી હોય છે પરંતુ તફાવત એટલો જ છે કે પરમાણું ઉર્જામાં ઈંધણ સળગતુ નથી તેમાં પરમાણું ઈંધણ પરમાણું છુટા પાડવાની પ્રક્રિયાના માધ્યમથી બે ભાગો માંથી બે થી ચાર ભાગોથી તુટે છે અને તેવી રીતે આ સતત ચાલતી રહે છે અને આમાંથી નીકળતી ઉર્જાથી પાણી ગરમ કરીને ભાપ બનાવવામાં આવે છે અને આ ભાપથી ટરબાઈન ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને વિજળી બની જાય છે જયારે કોલસાથી બનનારી વિજળીમાં વધારે પ્રમાણમાં રાખ નીકળે છે તેમજ વાતાવરણમાં ધુમાડો નીકળી આવે છે જે ગ્લોબર વોર્મિગનું મોટુ કારણ બને છે જયારે પરમાણુ ઉર્જાથી વિજળી બનાવવામાં કોઈપણ પ્રકારનો ગેસ તેમજ ધુમાડો નીકળતો નથી એ સંપૂર્ણ પણે ઉજળી વિજળી હોય છે.  આથી એક વખત વિજળી બનાવ્યા બાદ બચેલા ઈંધણનો ફરીવાર પ્રયોગ કરીને બહુ મોટા પ્રમાણમાં વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે.

Previous article નંદકુંવરબા કોલેજમાં ડો.ચાવડાનું વ્યાખ્યાન યોજાયું
Next article કારમાં બિયરના ટીન લઈ પસાર થતો શખ્સ ઝડપાયો