કારમાં બિયરના ટીન લઈ પસાર થતો શખ્સ ઝડપાયો

679
bhav9122017-2.jpg

શહેરના તળાજા રોડ ટોપથ્રી સર્કલ પાસેથી ગત મોડી રાત્રે ભરતનગર પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન કારમાં બિયરના ટીન લઈ નીકળેલા શખ્સને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત મુજબ શહેરના ટોપથ્રી સર્કલ નજીક ભરતનગર પોલીસ મથકના પી.આઈ ચાવડા તથા સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલ હોન્ડાકાર નં.જી.જે.સી.જે. ૮૯૩૭ને અટકાવી તલાશી લેતાં જેમાંથી બિયરના ટીન નંગ-૪મળી આવતા પોલીસે કારચાલક ભુષણભાઈ મોરલીધરભાઈ ચોઈથાણી રે. આકાશગંગા સોસાયટી ગાયત્રીનગર વાળાને કાર અને બિયરના ટીન સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Previous article વિશુધ્ધાનંદ સ્કુલમાં પરમાણુ ઉર્જા સંદર્ભે નિલમ ગોયલનો સેમિનાર
Next articleવેરાવળનાં રીસીવીંગ સેન્ટર પર ચૂંટણી સામગ્રી સાથે કર્મચારીઓ બુથમાં રવાના