તાતણીયા ગામેથી પત્ની અપહરણ કરનાર અપરાધીઓને પકડી કાર્યવાહી કરવા પતીની માંગ

722
guj11122017-3.jpg

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણીયા ગામે રહેતા અને રત્નકલાકાર તરીકે મજુરી કરતા કોળી શ્રમજીવી યુવાને અમરેલી જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી એવા પ્રકારની માંગ કરી છે કે  ગત તા.૨૭-૧૧-૧૭ના રોજ તાતણીયા ગામે રહેતો કુંભાર યુવાન અમીત હિમત તરસરીયા પીડીતની પત્નીને લલચાવી ફોલસાવી બદ ઈરાદે અપહરણ કરી લઈ ગયો અને પત્નીને ભોળવી ઘરેથી આશરે બે લાખ રૂપીયાના દર દાગીના તથા રોકડ રકમ પણ લઈ જતી રહેલ.
આ અંગે સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણીયા ગામે રહેતો હિતેષ છગનભાઈ ગોહિલએ અમરેલીના ડીએસપીને એક પત્ર પાઠવી એવી માંગ કરી છે કે પોતે હિરા ઘસવાની મજુરી કરી મહા મહેનતે પરીવારનું ભરણપોષણ કરુ છુ અને ગત તા.૨૩-૧૧ના રોજ મારા લગ્ન અમારી જ્ઞાતી રિવાજ મુજબ આ જ ગામે રહેતા ભાનુભાઈ પુનાભાઈ પરમારની પુત્રી સાથે થયા  હતા. અને ગત તા.૨૭-૧૧ના રોજ  આ જ ગામે રહેતો કુંભાર યુવાન અમીત હિમતભાઈ તરસરીયા પીડીતી યુવાનની પત્નીને પ્રેમજાળમાં ફસાવી બદકામના ઈરાદે ભોળવી તેના ઘરમાંથી આશરે બે લાખ રૂપીયાના સોના ચાંદીના દાગીના તથા પાંચ હજાર જેવી રોકડ રકમ સાથે અપહરણ કરી નાસી છુટ્યો હતો. જે બનાવની જાણ મારાપરીવારને થતા અમે તપાસ હાથ ધરેલ. અને આ યુવાન મહુવા તાલુકાના બોરડી ગામે આવેલ તેના સંબંધીના ફાર્મહાઉસમાં રહેતો હોવાનું જાણમાં આવતા તપાસ હાથ ધરેલ. પરંતુ પોલીસ સાથે આ સ્થળે દરોડો પાડતા સમગ્ર બનાવની જાણ આરોપીને થતા તે પત્નીને ઉઠાવી નાસી છુટ્યો હતો. આ બનાવને લઈને હુ અને મારો પરીવાર સતત ભય હેઠળ જીવી રહ્યા છીએ. કારણ કે પત્ની પાસે બે લાખના દર દાગીના સહિતની રકમ હોય જેને લઈને મારી પત્નીની હત્યા કરી નાખે અગર કોઈ દુર્ઘટના ઘટે તેવી પ્રબળ સંભાવના હોય આથી મારા પરિવાર દ્વારા ખાંભા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદના આધારે કોઈ અઘટીત બનાવ બને એ પૂર્વે મારી પત્નીને હેમખેમ ઉગારી લઈ આરોપીને ઝડપી લઈ કાયદાની રૂએ આકરી સજા કરવા વિનંતી કરૂ છું.