લોકશાહીના પર્વને સફળ બનાવવા બદલ આભાર : કોંગી ઉમેદવાર અમરીશભાઈ ડેર

668
guj11122017-2.jpg

૯૮ વિધાનસભા રાજુલા, જાફરાબાદ, ખાંભાની તમામ જનતાએ હર્ષોલ્લાસથી ઉમળકાભેર રાષ્ટ્રના મહાપર્વ લોકશાહી મહાપર્વને દિપાવવા તમામ મતદાર ભાઈઓ બહેનો બુજુર્ગ વડીલોને તેમજ તમામ કોંગ્રેસના નાના મોટા કાર્યકર્તાઓનો હૃદયથી આભાર વ્યક્ત કરવા અંબરીશભાઈ ડેર તેમજ તમામ સમાજ અગ્રણી બાબુભાઈ રામ તેમજ ચેતનભાઈ ભુવા ખાસ મીટીંગ મળી હતી. 
૯૮ વિધાનસભા રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાની જનતાનો આભાર વ્યક્ત કરવા જેણે રાષ્ટ્રની આનબાન અને શાન ‘લોકશાહી મહાપર્વ’માં ઉમળકાભેર તરફી મતદાન કરતા તમામ ભાઈ બહેનો બુજર્ગ વડીલોને વંદન સાથે અમારા તમામ કોંગ્રેસના નાના મોટા કાર્યકર્તાઓએ જ રાત દીવસ જોયા વિના કોંગ્રેસને જીતાડવા જે તનતોડ મહેનત કરી છે. 
તે સર્વે નાના મોટા કાર્યકર્તાઓનો મારે હૃદયથી તેમજ મને મારા સાથી મીત્ર બાબુભાી રામ જેમ અર્જુનજીના સારથીની જેમ મારા સારથી બની રાત દિવસ જોયા વિના કોંગ્રેસને જીતાડવા જહેમત ઉઠાવી તેવા બાબુભાઈ રામભાઈ રામત ચેતનભાઈ ભુવા સહિત તમામ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર શબ્દ ઉપર જે કાં આવતુ હોય કે હું આ બધાયનો રૂણી છું દ્વારકાધીશ મદદ કરશે તો કોંગ્રેસની જીત નક્કી જ છે. આગામી ૧૮મી તારીખે વિજયોત્સવ ગુજરાતભરમાં રાજુલાથી તમામ બેઠકો જીતશે ત્યારે સૌ સાથે મળી વિજયોત્સવ મનાવીશુ.