રાજુલાના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યા બની કાયમી માથાના દુખાવા સમાન બની

858
guj11122017-4.jpg

રાજુલા પંથક મા અનેક નાના મોટા ઔધોગિક એકમો કાર્યરત છે અહી પીપાવાવ પોર્ટ ,એલ એન્ડ ટી ,સિમેન્ટ સહિત ૫૦ જેટલી નાના મોટી કમ્પની ઓ આવેલી છે અને તેમા કામ કરતા શ્રમ જીવી લોકો ખરીદી કરવા માટે રાજુલા આવવું પડે છે અને રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ અહી પોત પોતની જીવન જરૂરી ચીજ વસ્તુ ઑ ની ખરીદી કરવા માટે આવે તેમજ અહી દર રવિવારે ગુજરી બજાર પણ ભરાય છે તેમા પણ અનેક શ્રમ જીવી લોકો ખરીદી કરવા માટે આવે છે ત્યારે અહી ભારે ટ્રાફિક સમસ્યા ને લય ને અનેક લોકો હાલાંકિ ભોગવી રહ્યા છે અહી અવાર નવાર ટ્રાફિક જામ ના દ્ર્‌શ્યૌ સર્જાય છે 
અહી મેઇન બજાર ટાવર ચોક ,હવેલી ચોક ,બસ સ્ટેન્ડ ,તેમજ હોસ્પિટલ ચોક પાસે ની સમસ્યા માથા ના દુખાવા સમાન બની છે અહી હોસ્પિટલ પાસે ટ્રાફિક ના કારણે દર્દી ઑ ને પણ ભારે હાલાંકિ ભોગવવી પડે સે અહી ટ્રાફિક જામ થવા નુ મુખ્ય કારણ કે અહી શહેર મા હેવી વાહનો જેવા કે ટ્રક્સ ,બસ ,ટેક્ટર ,ટ્રેઇલર ,સહિત અનેક મોટા વાહનો શહેર મા પ્રવેશ કરી ને મુખ્ય બજારોમા ફરે છે તેમજ અનેક મોટા મોટા ગોડાઉન બજારો મા હોવાથી ત્યા પણ માલ સમાન ખાલી કરવા માટે થઈને રસ્તા વચ્ચે પાર્કિંગ કરી મૂકી છે તેમજ અહી આવેલ પીપાવાવ પોર્ટ ,સિમેન્ટ જેવી  મહાકાય કમ્પનીની સેકન્ડ શિપમા કામ કરતા એંપ્લાયર ને લેવા મુકવા આવતી અનેક બસો પણ શહેર મા ટ્રાફિક સમસ્યા ઊભી કરે છે અહી ગય કાલેજ હોસ્પિટલ જેવા હાર્દ સમા વિસ્તાર મા કલાકો સુધી ટ્રાફિક ની સમસ્યા સર્જતા જાગ્રુત નાગરિક દ્વારા પોલીસ સ્ટેશને જાણ કરાતા  ખુદ રાજુલા પોલીસ મા ફરજ બજાવતા પી.આઈ.જાડેજા પણ સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા અને માર્ગો ખુલ્લા કરાવ્યા હતા અહી હેવી વાહનો માટે સમય મુજબ નો એન્ટ્રી કરવા મા આવે તેમજ મુખ્ય બજારો મા કાયમી ધોરણે ટ્રાફિક પોલીસ ની નિમણૂંક કરવા મા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

શહેરમાં પાર્કિંગ એરીયા બનાવો
રાજુલાના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યા કામયી બની માથાના દુખાવા સમાન હેવી લોડેડ વાહનોના શહેરમા પ્રવેશના કારણે સર્જાય છે સમસ્યા શહેરમા યોગ્ય પાર્કિંગની ઉઠી લોક માંગ રાજુલા પંથકમાં અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો કાર્યરત છે અહી પીપાવાવ પોર્ટ, એલ એન્ડ ટી સિમેન્ટ સહિત ૫૦ જેટલી નાની મોટી કંપનીઓ આવેલી છે અને તેમા કામ કરતા શ્રમજીવી લોકો ખરીદી કરવા માટે રાજુલા આવવું પડે છે.

Previous articleલોકશાહીના પર્વને સફળ બનાવવા બદલ આભાર : કોંગી ઉમેદવાર અમરીશભાઈ ડેર
Next articleબાતા સીતારામ યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો