બાતા સીતારામ યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

867
bvn11122017-1.jpg

શહેરના જવાહર મેદાન ખાતે બાપા સીતારામ યુવા ગ્રુપ દ્વારા ઉમદા સમાજ સેવાની ભાવના સાથે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાપા સીતારામ યુવા ગ્રુપના યુવાનો જવાહર મેદાન ખાતે ક્રિકેટ મેચ રમે છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં હિન્દુ-મુસ્લિમ સમાજના યુવાનોએ રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની નૈતિક ફરજ અદા કરી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૦ બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું. જે ભાવનગર બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું હતું.

Previous articleરાજુલાના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યા બની કાયમી માથાના દુખાવા સમાન બની
Next articleપાલીતાણા ડેમ ચોકડી પાસેથી બંદુક સાથે ‘ભુરો’ ઝડપાયો