રાજુલા-જાફરાબાદમાં ભાજપ દ્વારા સરદાર નિર્વાણદિને શ્રધ્ધાંજલી અપાઈ

969
guj17122017-2.jpg

આઝાદીકાળ બાદ અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. એવા ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૬૭મી નિર્વાણ તિથિ નીમિત્તે રાજુલા-જાફરાબાદ ભાજપ પરિવાર દ્વારા શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
ભારત દેશને આઝાદી મળ્યા બાદ સૌથી કપરૂ કાર્ય અખંડ ભારતદેશનું નિર્માણ દેશમાં વ્યાપ્ત નાના-મોટા તમામ રજવાડાઓને એક કરી દેશનું નિર્માણ આ મહાઅભિયાનનુ બીડુ ગુજરાતના ચરોત્તર પ્રાંતમાં જન્મેલા અને દેશ સેવાના કાર્યો થકી ‘લોખંડી પુરૂષ’નુ બિરૂદ પ્રાપ્ત કરેલ સરદાર વલ્લભભાઈ પટેલએ ઝડપ્યુ હતુ અને ટુકા સમયમાં સમગ્ર દેશના ૫૬૨ રજવાડાઓને ટુકા સમયમાં સમગ્ર દેશના ૫૬૨ રજવાડાઓને એક કરી દેશ નિર્માણમાં ભેળવી આપ્યા હતા ઈ.સ.૧૯૫૦ ૧૫, ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે ટુંકી માંદગી બાદ તેમનું નિધન થયુ હતું. સરદાર પટેલ નિર્વાણ થયાએ સમયને ૬૭ વર્ષ વિતવા છતા તેમનો દેશ પ્રેમ અને કાર્યો થકી આજે પણ લોક હૃદયમાં જીવંત છે. એવા મહાપુરૂષની ૬૭મી નિર્વાણતીથીને લઈને રાજુલા તથા જાફરાબાદ ભાજપ પરિવારના હિરાભાઈ સોલંકી રવુભાઈ ખુમાણ,  દિલીપભાઈ, ના.પા.પ્રમુખ સંજયભાઈ ધાખડા, ચેતનભાઈ શીયાળ સહિતના અગ્રણીઓ કાર્યકરો તથા આમ જનતાએ સરદાર પટેલને શ્રધ્ધાસુમન પાઠવી હતી.