બ્રહ્મ સમાજ માટે અલાયદા આયોગની રચના કરવા સમાજે માંગ કરેલી છે અને વિધાનસભા ચૂ઼ટણીના પરીણામ જાહેર થાય તે પહેલા રવિવારે ઉત્તર ગુજરાતના એપી સેન્ટર મહેસાણાથી બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિ દ્વારા સમાજના હિતમાં સરકાર આયોગની રચનાની માંગ નહિ સ્વિકારે તો આગામી ૨૬મી જાન્યુઆરીએ અમદાવાદ ગાંધી આશ્રમથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધી રેલી સ્વરૂપે કૂચ કરી સરકારને આવેદનપત્ર આપવાનો હુંકાર કરાયો હતો. બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિના પ્રદેશ, જિલ્લાના હોદ્દેદારોએ મહેસાણમાં મળેલ પ્રેસમીટમાં જણાવ્યુ હતું કે, ગુજરાત સરકાર દ્વારા ક્ષત્રીય ઠાકોર, અનુ જાતિ, આદિવાસી જાતિ, માલધારી વિધાસ બોર્ડ, મુસ્લિમ વકફ બોર્ડની રચના કરી છે અને પાટીદારો માટે અલગ બોર્ડ કે આયોગની રચનાવિચારણામાં છેે ત્યારે બ્રહ્મ વિકાસ આયોગની સ્થાપના કરવા સમાજની માંગણી કરેલી છે. બ્રહ્મ સમાજ ભણવુ, ભણાવવુ અને કર્મકાંડ તેમજ રસોઇના વ્યસાય સાથે સંકળાયેલ છે. બીજા વર્ગની જેમ સન્માનથી પોતાનુ જીવનનિર્વાહ ચલાવી શકે તે માટે સરકારની સહાય જરૂર બની છે.ધણા વર્ષોથી માંગણી કરાઇ છે પણ હજુ પરિણામ મળ્યુ નથી. ત્યારે ફરી આંદોલનનું રણશીંગુ ફૂંક્યુ હતું. સોમવારે મતગણતરી પૂર્ણ થઇ રહી છે ત્યારે રા?જયમાં જે પક્ષ સરકાર બનાવશે તે સરકાર સામે આયોગની રચના માટે આંદોલન કરાશે. બેઠકમાં લીગલ સેલના પ્રદેશ ઇન્ચાર્જ અમરીષ જાની, સંગઠન ઇન્ચાર્જ કમલેશ વ્યાસ, ઉ.ગુ. ઝોન ઇન્ચાર્જ મહેસાણા જિલ્લા ઇન્ચાર્જ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણામાં મળેલી બેઠકમાં બ્રહ્મ વિકાસ આયોગની માંગ સાથે આંદોલન ઉગ્ર બનાવવા આંદોલન સમિતિએ જાહેરાત કરી હતી.