હાથબ ગામે ચા બનાવવા બાબતે ભાઈએ ભાઈને છરી મારી દીધી

1449
bhav20-12-2017-2.jpg

વરતેજ તાબેના હાથબ ગામે ચા બનાવવા બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા ભાઈએ ભાઈને છરી મારી દેતા ગંભીર હાલતે ૧૦૮ સેવા દ્વારા સર ટી. હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે.બનાવની મળતી વિગત મુજબ, વરતેજ તાબેના હાથબ ગામે રહેતા ભરતભાઈ જમુરભાઈ ધાપા ઉ.વ.૪૦ અને તેના ભાઈ તુલશીભાઈ ધાપા બપોરના સમયે પોતાના ઘરે હતા તે વેળાએ ચા બનાવવા બાબતે બન્ને ભાઈઓ વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાઈ ગયેલા તુલસીભાઈએ ભરતભાઈને પેટના ભાગે છરી મારી દેતા આંતરડુ બહાર આવી ગયું હતું. ભરતભાઈને લોહીયાળ હાલતે ઘોઘા ૧૦૮માં ઈએમટી તરીકે ફરજ બજાવતા કિરણબેન દેવમુરારી અને પાઈલોટ રાજેન્દ્રસિંહ ગોહિલ, મારતી ગાડીએ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous article રીંગરોડ પર ગેસલાઈન લીક થતા તંત્ર દોડતું થયું
Next article રાજુલા કોંગ્રેસ કાર્યાલયે અંબરીશભાઈ ડેર દ્વારા અભિવાદન સમારોહ યોજાયો