બીબીએ કોલેજ દ્વારા વ્યક્તિત્વ વિકાસ બાબતે વર્કશોપનું આયોજન

956
gandhi23122017-7.jpg

ગાંધીનગર ની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બી.બી.એ) ના  ૨૫૦ વિદ્યાર્થીઓ માટે તેમની સફળ કારકિર્દી ના ઘડતર તેમજ શ્રેષ્ઠ નાગરિક બનવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિક ચોધરી દ્વારા વિદ્યાર્થીઓ ને ખુબ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવા માં આવ્યું હતું. 
કોલેજ તરફથી પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટીનાં હેડ ડો.જયેશ તન્ના દ્વારા મુખ્ય વક્તાને આવકારવા માં આવ્યા હતા. તેમજ તેમનો પરિચય આપ્યો હતો.આજના તજજ્ઞ વક્તા પણ આપણી બીબીએ કોલેજ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. જે આજે પ્રોફેશનલ ટ્રેનર તરીકે કોર્પોરેટ જગતના લોકોને પણ તાલીમ આપે છે. જે કોલેજ માટે ગૌરવની બાબત કહી શકાય. તન્ના સાહેબ દ્વારા સાંપ્રત વિષય પર વિદ્યાર્થીઓને પ્રાથમિક માહિતી આપી વર્કશોપ માટે સજ્જ કર્યા હતા.તેમજ કોલેજની આગામી દિવસોની પ્રવૃત્તિઓ બાબતે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રતિકભાઈ દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કારકિર્દી ના ઘડતર માટે પહેલા આંતરિક રીતે વ્યક્તિ નો વિકાસ થાય તેમજ ટે પોતાના ધ્યેય ને પામવા કઈરીતે અગ્રેસર થઈ શકેતે બાબતે  તલસ્પર્શી માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને માર્કેટિંગ ફાયનાન્સ કે એચ.આર. માં કારકિર્દી ઘડવા માટે પહેલા થી જે તે ક્ષેત્ર માટે પુરતી સમજ કેળવવી જોઈએ. તેમજ તેમને જેમાં રૂચી હોય તેમાં આગળ વધવું જોઈ એ બીજાની સફળતા કે સલાહ મુજબ પોતે પણ શ્રેષ્ઠ કારકિર્દી નું ઘડતર કરશે તેમ સમજવા ના બદલે પોતાની આંતરિક શક્તિ ને ઓળખી મેનેજમેન્ટ ના ઉપરોક્ત જણાવેલા કોઈપણ ક્ષેત્ર ને પસંદગી કરવી જોઈએ વધુમાં તેમને જણાવ્યું કે મેનેજમેન્ટ ના તમામા ક્ષેત્રમાં ખુબ  ઉજવવળ તકો છે. પરંતુ વિદ્યાર્થી ને પોતાની રૂચી તેમજ તેની આવડત ને આધારે કારકિર્દી ઘડતર નો મહત્વ નો નિર્ણય લેવો જોઈએ. સાથે સાથે તેમને જણાવ્યું હતું. કે તેઓ બીબીએ ના વિદ્યાર્થીઓને ઉપરોક્ત ત્રણ માંથી કોઈપણ ક્ષેત્રમાં ઇન્ટર્નશીપ તેમજ જોબ પ્લેસમેન્ટ માટે મદદરૂપ થશે. પરંતુ પહેલા વિદ્યાર્થી ને પોતે યોગ્ય વિકલ્પ ની પસંદગી કરવી પડશે. સાથે સાથે વિદ્યાર્થીઓ ને ઈન્ટરવ્યું માટેની તૈયારી બાબતે પણ ખુબ ઉપયોગી માર્ગદશન વકતાઓ એ આપ્યું હતું. 
ગાંધીનગરની બીબીએ કોલેજ વિદ્યાર્થીઓ ને પ્લેસમેન્ટ તેમજ ઇન્ટર્નશીપ બાબતે વર્ષપર્યંત પ્રયત્નશીલ રહે છે. આ વર્કશોપ તેઓ માટે ખુબ ઉપયોગી સાબિત થશે. સમગ્ર વર્કશોપ નું સફળતાપૂર્વક આયોજન કોલેજ નાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ, પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટીનાં હેડ ડો.જયેશ તન્ના,ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું.

Previous articleભાજપ સંગઠનમાં પણ તોળાઈ રહેલાં ધરખમ ફેરફારો
Next articleતાત્કાલિક સારવાર વોર્ડમાં દર્દીને એક્સપાયર્ડ બોટલ ચઢાવી દેવાઇ