ગરીબ દર્દીઓના નામે રાજકારણ, પાલનપુર સિવિલમાં ભાજ૫-આપ વચ્ચે ઘર્ષણ

712
gandhi26122017-6.jpg

રાજકીય લાભ ખાટવાની એક ૫ણ તક જતી ન કરતા રાજકારણીઓ ઘણી વખત સંવેદના વગરનું વર્તન કરતા હોય છે. કંઇક આવા જ દ્રશ્યો પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતાં. અહી ગરીબ દર્દીઓના નામે ભાજ૫ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામ-સામે આવી જતા ઘર્ષણ સર્જાયું હતું. જેને લઇને ગરીબ દર્દીઓમાં બન્ને રાજકીય ૫ક્ષો ટીકાને પાત્ર બન્યા હતાં.
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આમને-સામને આવી જતાં ઘર્ષણ સર્જાયુ હતું. દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપીનો આજે જન્મ દિવસ હોવાથી ભાજપના કાર્યકરો હોસ્પિટલમાં દર્દીઓને ફળનું વિતરણ કરી રહ્યાં હતાં. જે દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોસ્પિટલના ખાનગીકરણનો વિરોધ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજ૫ના કાર્યકરોની પાછળ ફરીને સુત્રોચ્ચાર પોકાર્યા હતાં. તેમજમાં હાથમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે આ સમયે બન્ને પાર્ટીના કાર્યકરો આમને-સામને આવી જતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતાં. બધા ગરીબ દર્દીઓને ભુલીને આક્ષે૫બાજી ઉપર ઉતરી આવ્યા હતાં. રાજકીય ૫ક્ષોના કાર્યકરોનો આ તમાશો નિહાળી દર્દીઓ બન્નેની ટીકા કરવા લાગ્યા હતાં.

Previous articleશહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત્‌ : લોકો ત્રાહિમામ્‌
Next articleધારાસભ્ય સી. જે. ચાવડાનું રાજપૂત સમાજ દ્વારા સન્માન