ઉઠાંતરી કરેલ બે ટ્રેલર સાથે બે ઝડપાયા

805
bvn26122017-12.jpg

ભાવનગર-તળાજા રોડ નંદીની હોટલના ગ્રાઉન્ડમાં રાખેલ સુરતથી ઉઠાતરી કરેલ બે ટ્રેલર સહિતનાં મુદ્દામાલને એલ.સી.બી.ટીમે પૂર્વ બાતમી રાહે રેડ કરી બે ઈસમોને ઝડપી લીધા હતા. જ્યારે ટ્રેલરની ઉઠાંતરી કરનાર તથા વેચવાની કોશીષ કરનાર અન્ય સાથી દારોને પકડવાં તજવીજ હાથ ધરી છે.
ભાવનગર,એલ.સી.બી.ની ટીમ શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન તણસા ગામે રોડ ઉપર આવતાં પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર-તળાજા રોડ ઉપર આવેલ નંદીની હોટલનાં ગ્રાઉન્ડમાં ઇરફાન ઉર્ફે ભાણો જમાલભાઇ ચૌહાણ તથા તેનો ભાઇ સાજીદ ઉર્ફે ભોટુ જમાલભાઇ ચૌહાણ તથા કરમણ ઉર્ફે કરણ સોંડાભાઇ પરમાર રહે.તમામ તળાજાવાળા તથા મોહસીન અશરફભાઇ મેમણ રહે.વન્ડર પાર્ક,મહુવા હાલ-અમદાવાદ તથા સાજીદ ઉર્ફે ભોટુનો મિત્ર રાજેશ નામનો માણસ અને બે હિન્દી ભાષી માણસો સુરત બાજુથી ૧૪ વ્હીલનાં બે ટ્રેલર ચોરી લાવી નંદીની હોટલ નાં ગ્રાઉન્ડમાં રાખી વેચી નાંખવાની પેરવીમાં છે.અને તેઓ સફેદ કલરની સેન્ટ્રો ઝીંગ કારનં.સ્ૐ-૧૧-છદ્ભ ૯૪૦૩ અને સફેદ કલરની ટાટા ઇન્ડિગો કાર રજી.નં. ય્ત્ન-૧૫-ઝ્રછ ૭૩૯૨ માં આવેલ છે.જે કાર પણ ત્યાં ગ્રાઉન્ડમાં જ પડેલ છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં બંને માણસો હાજર મળી આવેલ.
ઇરફાન ઉર્ફે ભાણો જમાલભાઇ ચૌહાણ, અને કરમણ ઉર્ફે કરણ સોંડાભાઇ પરમાર બંને પાસેથી સફેદ કલરનું ૧૪ વ્હીલ ટ્રેલર આગળ-પાછળ રજી.નં.ય્ત્ન-૧૨-ઢ ૯૦૧૪ જેમાંથી રજી.નં.ય્ત્ન-૦૫-રૂરૂ ૬૭૨૧ લખેલ ચીઠ્ઠીઓ મળી આવેલ. તથાં નં. ય્ત્ન-૦૩-ેં ૪૮૭૪ કુલ ૧૪ લાખ જેમાંથી નં. ય્ત્ન-૦૫-રૂરૂ ૬૧૬૮ લખેલ ચીઠ્ઠીઓ મળી આવેલ. સફેદ કલરની હ્યુંડાઇ કંપનીની ઠૈંદ્ગય્ આગળ-પાછળ રજી.નંબર- સ્ૐ-૧૧-છદ્ભ ૯૪૦૩ આગળ-પાછળ હિન્દીમાં જય મહારાષ્ટ્ર કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦/- , સફેદ કલરની ટાટા ઇન્ડિગો ઈઝ્રજી રજી.નંબર-ય્ત્ન-૧૫-ઝ્રછ ૭૩૯૨ કિ.રૂ.૨,૦૦,૦૦૦/-, અલગ-અલગ કંપનીનાં મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૧૧,૦૦૦/- અલગ-અલગ દસ્તાવેજી કાગળો,લાયસન્સ સહિતનો મુદ્દામાલ કબ્જે કરેલ આ બંને ટ્રેલરમાં ઓળખ થઇ શકે તેવી તમામ નિશાનીઓ ઉપર કલર મારી તેની ઓળખ છુપાવવા કલર મારવામાં આવેલ. બંને ઇસમની પુછપરછ કરતાં તેઓએ આ બંને ટ્રેલર ઇરફાનનો ભાઇ સાજીદ ઉર્ફે ભોટુ, તેનો મિત્ર રાજેશ તથા ભાઇનો જુનો શેઠ મોહસીન અશરફભાઇ મેમણ રહે.વન્ડર પાર્ક,મહુવા તથા બે હિન્દીભાષી માણસો સુરત બાજુથી ચોરી કરી લઇ આવેલ હોવાની વાત કરેલ.જે ટ્રેલરની બંને ટ્રોલી તેઓને લેવાની વાત થયેલ.પણ આ ટ્રેલર તેઓ સુરતમાં કયાંથી ચોરી કરી લાવેલ.તેની કાંઇ ખબર નહી હોવાની કબુલાત કરેલ.
આમ, કુલ રૂ.૧૮,૧૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તેઓ બંને ઇસમોને ઘોઘા પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ. આ બંને ટ્રેલર અંગે સુરત શહેરનાં હજીરા પોલીસ સ્ટેશનમાં પલ્લવ રોડ લાઇન્સ/કેરીયર નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં મેનેજર રામકુમાર ચંદ્દકિશોર ઝા રહે.ઇચ્છાપુર-૩,તા.ચોર્યાસી જી.સુરતનાંએ તા.૧૪/૧૨ઉપરોકત બંને ટ્રેલરમાં ખાલી કન્ટેનર લોડ કરી લઇ જઇ ગુન્હાહિત વિશ્વાસઘાત કરેલ હોવા અંગેની ફરીયાદ દાખલ કરાવેલ છે. 
આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા,પ્રદ્યુમનસિંહ ગોહિલ,પૃથ્વીરાજસિંહ ગોહિલ,શિવરાજસિંહ સરવૈયા,અજયસિંહ વાઘેલા, ભહિપાલસિંહ ચુડાસમા, વિઠ્ઠલભાઇ બારૈયા,ચંદ્દસિંહ વાળા, શકિતસિંહ ગોહિલ,ધર્મેન્દ્દસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા, મીનાજ ગોરી વિગેરે જોડાયા હતાં.

Previous articleમહિલાએ ફોનમાં વાત ન કરતા શખ્સે ઘરે જઈ આગ લગાડી..!
Next articleઆસ્થા અને ઉત્સાહભેર ખ્રિસ્તીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી