આસ્થા અને ઉત્સાહભેર ખ્રિસ્તીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી

746
bvn26122017-11.jpg

ખ્રિસ્તી સમાજના ઈસ્ટદેવ ઈસુના જન્મોત્સવ રપ ડિસેમ્બરને નાતાલ તરીકે ઉજવાય છે. ભાવનગર શહેરમાં રહેતા ખ્રિસ્તી સમુદાય દ્વારા આજે નાતાલ પર્વની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. શહેરના વિઠ્ઠલવાડી ખાતે આવેલ સીએનઆઈ ચર્ચમાં સવારે પ્રાર્થના અને પૂજન સહિતના કાર્યક્રમો યોજ્યા હતા. જેમાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ-બહેનો-બાળકો સહિત મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાર્થના કરી હતી. જ્યારે ગત રાત્રિના ફટાકડાની આતશબાજી કરેલ. જ્યારે આજે પણ સાંજના સમયે એકબીજા એકઠા થઈ મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરવા ઉપરાંત એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. શહેરની મિશનરી શાળાઓમાં પણ ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. કેટલીક શાળાઓમાં તો સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ક્રિસમસ નિમિત્તે ચર્ચ તેમજ મિશનરી શાળાઓને આકર્ષક લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવી છે. એક સપ્તાહ સુધી ઉજવણી કર્યા બાદ ૧ જાન્યુઆરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.

Previous articleઉઠાંતરી કરેલ બે ટ્રેલર સાથે બે ઝડપાયા
Next article૩૦મીએ ‘પાસ’ની બેઠક તોફાની બનવાના એંધાણ