કોંગ્રેસ દ્વારા ડૉ. સી. જે. ચાવડાનો સત્કાર સમારંભ

665
gandhi28122017-6.jpg

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા ધારાસભ્ય બનતા સમગ્ર કોંગ્રેસ દ્વારા તેમને સત્કારવાનો સમારંભ સેકટર – ૧ર, આંબેડકર ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. 
જુદા જુદા મહાનુભાવોએ ડૉ. સી.જે. ચાવડાને વ્યક્તિને બદલે સંસ્થા જણાવી તેમના વ્યક્તિત્વના વખાણ કર્યા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા જયરાજસિંહ પરમારે તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ જણાવી હરહંમેશ સેવામાં તત્પર માણસ તરીકે ગણાવ્યા હતા અને તેમનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલા કામમાં તો આવશે પાછા નહી પડે.  મહાનુભાવોએ કોંગ્રેસના નાના કાર્યકર્તાથી પધાધિકારી સુધી કેડરનો આભાર જિલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભીએ કર્યો હતો. આ પ્રસંગે શહેર પ્રમુખ કૌશિક પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશ પટેલ, વિક્રમસિંહ ખાચર, પંકજ પટેલ(હાથી), જુગાજી ઠાકોર, સહિત અનેક પધાધિકારી તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. સી. જે. ચાવડાએ પોતાને આપેલી સેવાની તક અને કોંગ્રેસની વિચારસરણીને વળગી રહી તમામ મોચરે હાજર રહેવા ઉપલબ્ધ રહી સેવા કરવાની ખાત્રી આપી જીત બદલ સૌ કોંગ્રેસી હાજર અને વિચાર સાથે સંકળાયેલા હોય તે તમામનો આભાર માન્યો હતો.

Previous articleએક્ષ્પોર્ટ પ્રોસીઝર એન્ડ ડોક્યુમેન્ટેશન સર્ટીફીકેટ કોર્સની પ્રથમ બેચનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
Next articleવિધાનસભાની રીનોવેશનની કામગીરી ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થશે : નીતિનભાઇ પટેલ