ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો

850
bhav29-1-2018-4.jpg

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચના જવાનોએ ધરફોડ ચોરી કરી પોલીસ ચોપડે નાસતા-ફરતા આરોપીની અટક કરી અનેક ચોરીનો ભેદ ઉકેલી અડધા લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે વેળા ટીમને હકિકત મળી હતી કે માર્કેટ યાર્ડ-ચિત્રા પાસે આવેલ ઝુપડ પટ્ટી વિસ્તારમાં રહેતી દિનેશ કાના દે.પુ. (ઉ.વ.ર૧) ચોરી કરેલ શંકાસ્પદ સમાનની વેચવા માટે પેરવી કરી રહ્યો છે. આથી દે.પુ. શખ્સનું લોકેશન ટ્રસ કરી રેલ્વે કોલોનીમાંથી દિનેશને ઝડપી લઈ અંગ ઝડતી કરતા તેના કબ્જા તળેથી સોના-ચાંદીના દાગીના કિ.રૂા. પ૮,પ૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ  આ શખ્સે પુછતાછમાં એવી કબુલાત આપી હતી કે આશરે સવા મહિના પુર્વે તેના કાકાના દીકરા ભરત સાથે મળી બોરતળાવ રોડ પર આવેલ સોસાયટીમાં એક રહેણાંકી મકાનમાં  ખાતર પાડી રૂા. ૧.ર૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ચોરીનો મુદ્દામાલ ભંગારી જમાલ સુલેમાન ધાંચીને વેચવા આવેલ આ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ શખ્સને બોરતળાવ રોડ પોલીસ મથકે સોપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Previous article ખોજા સમાજનો ઈનામ વિતરણ સમારોહ
Next article અમદાવાદથી ચોરી થયેલ ત્રણ બાઈક સાથે સિહોરના વાવડીનો શખ્સ ઝબ્બે