અમદાવાદથી ચોરી થયેલ ત્રણ બાઈક સાથે સિહોરના વાવડીનો શખ્સ ઝબ્બે

722
bhav29-1-2018-5.jpg

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે આજે અમદાવાદથી ચોરીથયેલ ૩ મોટર સાયકલ સાથે  સિહોર તાલુકાના ગજાભાઈની વાવડી ગામેથી એક શખ્સને ઝડપી લીધો હતો. 
ભાવનગર,એલ.સી.બી.ની ટીમ ભાવનગર ગ્રામ્ય્‌ વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર જિલ્લાનાં સણોસરા ગામે બસ સ્ટેશન પાસે આવતાં પો.કો. ચંદ્દસિંહ બટુકસિંહ વાળાને બાતમીરાહે હકિકત મળેલ કે,શિહોર તાલુકાનાં ગજાભાઇની વાવડી ગામનાં રાજદિપસિંહ ક્રિપાલસિંહ ગોહિલ નાં રહેણાંક મકાનમાં ત્રણ મો.સા. શંકાસ્પદ હાલતમાં છે.જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં રાજદિપસિંહ ક્રિપાલસિંહ ગોહિલ ઉ.વ.૨૪ રહે.ગજાભાઇની વાવડી તા.શિહોર જી.ભાવનગર હાજર મળી આવેલ. તેઓનાં રહેણાંક મકાનનાં ફળીયામાં પડેલ  ત્રણ મોટર સાયકલ બાબતે તેઓ પાસે આધાર પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે મો.સા. તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં કિ.રૂ.૩૦,૦૦૦/- લેખે કિ.રૂ. ૯૦,૦૦૦/-ગણી શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.અને તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.ઇસમની પુછપરછ કરતાં ઉપરોકત ત્રણેય મો.સા. તેને અમદાવાદ રહેતો મુસ્લીમ યુવક પાસેથી લાવેલ હોવાનું જણાવેલ. આમ,ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને અમદાવાદ વિસ્તારમાંથી ચોરી થયેલ મો.સા.-૩ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.