કુંભારવાડામાંથી જુગાર રમતા ૭ શકુનીઓ ઝબ્બે

657
bhav29-1-2018-6.jpg

લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમએ પુર્વ બાતમી આધારે કુંભારવાડા વિસ્તારમાં સરા-જાહેર જુગારની બાજી માંડીને બેઠેલા ૭ શખ્સોને અડધા લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જેલહવાલે કર્યા હતાં.
ભાવનગર એલસીબી, પોલીસની ટીમ શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે વેળા મળેલ ચોકકસ બાતમી આધારે કુંભારવાડા શેરી નં.૩ કાદરી મસ્જીદ સામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં ઈસ્માઈલ અલીફખાન પઠાણ, તારાચંદ ચીતરમલ ખટીક, આશીફ અહેમદ, મંસુરી, આરસીફ, મહેબુબ બલોચ, સિરાજ ગફરા અજમેરી, રવિ બાબુ રાઠોડ તથા મજીદખાન, ચાંદખાન પઠાણ (રે. તમામ ભાવનગર) આ જુગારની બાજીમાં પટમાં પડેલ રોકડા રૂા. ર૬,૦૦૦ તથા મોબાઈલ નંગ ૭ કિ.રૂા. ૧૮,પ૦૦ મળી કુલ રૂા. ૪૪,પ૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ બોર તળાવ રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાવી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Previous article અમદાવાદથી ચોરી થયેલ ત્રણ બાઈક સાથે સિહોરના વાવડીનો શખ્સ ઝબ્બે
Next article શહેરમાં ૪૩૭ બુથ ઉપર બાળકોને પોલીયો વિરોધી ટીપા પીવડાવાયા