સામાન્ય વહીવટ વિભાગે મંત્રી મંડળના સભ્યોને ઓફીસ ફાળવણી કરી

646
gandhi28122017-5.jpg

રૂપાણી સરકારમાં નિયુક્તી પામેલા કેબિનેટ પ્રધાનોને ખાતાકિય ફાળવણી કરવામાં આવી છે. ગાંધીનગરના સચિવાલયમાં કેબિનેટ પ્રધાનોએ તેમને ફાળવાયેલી ચેમ્બર્સની મુલાકાત લીધી હતી. જ્યારે પ્રધાનો પૈકીના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધિવત પૂજા કરીને ચેમ્બરમાં પ્રવેશ કરીને કાર્યભાર સંભાળી લીધો હતો.
એટલું જ નહિં ચેમ્બરની બહાર મંત્રીના નામની નેમ પ્લેટ પણ લગાવી દેવામાં આવી છે. સારુ મુહુર્ત જોઈને મંત્રીઓએ તેમને ફાળવાયેલી ચેમમ્બરની મુલાકાત લીધી હતી. પોતાની ઓફિસોમાં નવા મંત્રીઓએ વિધિવત આગમન કર્યું હતું. દરમિયાન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચેમ્બરમાં વિધિવત પૂજા કરાવી હતી. તે સાથએ પ્રવેશ કરીને પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો.
મુખ્યમંત્રીનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ સંકુલ-૧ માં ૩ અને ૪ માળે છે. નાયબ મુખ્યમંત્રી બીજા માળે બેસશે. કેબીનેટ મંત્રીઓને બીજા અને પહેલા માળે ઓફીસ ફાળવાયેલ છે. 
રાજય કક્ષાના તમામ મંત્રીઓને બાજુના સ્વર્ણિમ સંકુલ-ર માં ૧ થી ૪ માળ પર ઓફીસ આપવામાં આવી છે. ખાતા ફાળવણી પછી મંત્રીઓ નવી કામગીરીનો આરંભ કરશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે ગઇકાલે શપથ લીધા બાદ આજે સવારે ખાતા ફાળવણી માટે પ્રથમ કેબીનેટ બેઠક મળનાર હતી તે મોકુફ રહી છે.