તળાજા જકાતનાકા પાસે કારમાં પ્રચંડ વિસ્ફોટ : નાસભાગ મચી

723
bhav29-12-2017-4.jpg

શહેરના તળાજા જકાતનાકા પાસેના પેટ્રોલપંપમાં ગેસ પુરાવવા માટે આવેલી કારમાં ગેસકીટ ફાટતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો. બનાવ બનતા પેટ્રોલપંપમાં નાસભાગ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના તળાજા જકાતનાકા પેટ્રોલપંપમાં ઈંધણ પુરાવવા આવેલ એસ્ટીમ કાર નં.જીજે૪ડી ૯ર૩૯માં અચાનક ગેસકીટ ફાટતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો. બનાવ બનતા પેટ્રોલપંપ ખાતે નાસભાગ મચી જવા પામી હતી. કાર વિસ્ફોટ થતા તેનો અવાજ દુર-દુર સુધી ફેલાયો હતો. જો કે સદનસીબે કાર માલિકે પોલીસમાં નોંધ કરાવવાનું ટાળ્યું હતું.