રાજુલાના વિક્ટર ગામમાં નર્મદા રથનું સ્વાગત

645
guj1282017-3.jpg

રાજુલા-જાફરાબાદ-ખાંભા પંથકમાં છેલ્લા છ દિવસથી ફરી રહેલા નર્મદા યાત્રાના રથ આજે વિક્ટર ખાતે આવી પહોંચ્યો હતો અને મુખ્ય માર્ગે ફરીને સ્કુલમાં પ્રસ્થાન થયું હતું ત્યારે શાળાની બાળાઓ દ્વારા આગેવાનોના સામૈયા કરીને કંકુ-ચાંદલા કરીને સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કર્યુ હતું અને નર્મદા રથયાત્રા તથા નર્મદા યોજના વિશે લોકોને માહિતગાર કરાયા હતા ત્યારે સચિવ હિરાભાઈ સોલંકી દ્વારા એક કરોડના ખર્ચે તૈયાર થનાર વિક્ટર પ્રા. શાળાની જાહેરાત કરવામાં આવી હતી. તમામ ઉપસ્થિત મહેમાનોનું ફુલહાર કરીને સન્માન કરાયું હતું.
આ તકે સરપંચ રાજુભાઈ, ઉપસરપંચ રમેશભાઈ, શાળા સ્ટાફના પ્રદિપભાઈ જાદવ, સાહિનબેન ગાહા, રાજુભાઈ વેકરીયા, દિપા મહારાજ તેમજ બીજેપી કાર્યકર્તા કમલેશભાઈ મકવાણા, વનરાજભાઈ વરૂ, અશ્વીનભાઈ બેંકર સહિત શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મરીન પોલીસના ભરતભાઈ પરમાર સહિતના સ્ટાફ દ્વારા બંદોબસ્ત પુરો પડાયો હતો.