નલિયામાં લઘુત્તમ તાપમાન ૬.૭ ડિગ્રી 

677
guj4-1-2017-2.jpg

જમ્મુ કાશ્મીર અને ઉત્તરભારતના વિસ્તારોના પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી બરફવર્ષાના કારણે સતત પારો ગગડી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજસ્થાન અને ગુજરાત જેવા પ્રદેશોમાં શીતલહેર વધી છે.ગુજરાતમાં પારો ગગડતા લોકોએ હાડ થીજવી દેવી એવી ઠંડીનો અનુભવ કરવાની સાથે ઠેર-ઠેર ઠંડીથી બચવા તાપણા કરવાની ફરજ પડી હતી.રાજયના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવા પામતા જનજીવન ઉપર તેની વ્યાપક અસર પણ જોવા મળી હતી.આ અંગે મળતી માહિતી મુજબ,ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાને પગલે રાજયમાં ઠંડા પવનો ૧.૫ કિલોમીટરની ઝડપથી ફૂંકાવા પામ્યા હતા.જેને લઈને મંગળવાર મોડીરાત્રીથી જ રાજયના અનેક વિસ્તારોમાં લોકોએ આ સીઝનમાં પહેલી વખત તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો.રાજયમાં નલિયા સહિત અનેક વિસ્તારોમાં હાડ થીજવી દે એવા પવનોને લઈને લોકોએ કામ સિવાય સવારના સમયે બહાર નીકળવાનુ પણ ટાળ્યુ હતુ.રાજયના હવામાન વિભાગ તરફથી  મળતી માહિતતી અનુસાર,આવનારા બે થી ત્રણ દિવસ સુધી રાજયમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.જો કે રાજયના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૩ ડિગ્રી સેલ્સીયસની આસપાસ રહેવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.રાજયમાં આજે નલિયા ખાતે લઘુત્તમ તાપમાન ૬.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યુ હતુ.આ સાથે જ કંડલા એરપોર્ટ ખાતે લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યુ હતુ.રાજયમાં ડિસા ખાતે લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યુ હતુ.મહાનગરોમાં અમદાવાદ શહેરમાં પારો ૧૨.૫ ડિગ્રી સેલ્સિયસ પર રહેવા પામ્યો હતો.રાજયમાં એકાએક ઠંડીના વધેલા પ્રકોપને કારણે વૃધ્ધો અને  નાના બાળકોની સાથે જે લોકોને શ્વાસને લગતી બીમારી છે એવા લોકોને ભારે મુશ્કેલીનો  સામનો કરવો પડ્યો હતો.એક તરફ હવામાં વધતુ જતુ પ્રદૂષણ અને બીજી તરફ અપરએર સર્કયુલેશનને કારણે રાજયના ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં વહેતા થયેલા શીત પવનના પગલે જનજીવન ઉપર પણ વ્યાપક અસરો જોવા મળી હતી.રાજયના દક્ષિણ ગુજરાતના વલસાડ ખાતે પારો ૯.૫ ડિગ્રી સેલ્સિયસ ઉપર નોંધાવા પામતા વલસાડ વાસીઓએ પણ ઠંડીની તીવ્રતા અનુભવી હતી. રાજ્યમાં હાલ ઠંડીનું મોજુ અકબંધ રહી શકે છે. મોર્નિંગ સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ ઉત્તર ગુજરાત પર દેખાઈ રહી છે.

Previous article ભેરાઈ બાદ વિકટર ખાતે ગે.કા. જીંગા ફાર્મનો પર્દાફાશ
Next article અમદાવાદમાં દલિત સમાજના દેખાવો…