કેપીઈએસનો વાર્ષિકોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓએ કલાની પ્રસ્તુતિ કરી

1310
bhav5-1-2018-2.jpg

કેપીઈએસ કોલેજનો ૭મો વાર્ષિકોત્સવ આજરોજ યોજાયેલ. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસા, કેરાલીયન નૃત્ય, ભારતના વિવિધ રાજ્યોની ભાતીગળ અને સાંસ્કૃતિક છબી દર્શાવતો ફેશન શો, વેસ્ટર્ન ડાન્સ, રાજસ્થાની નૃત્ય, કલાસીકલ-વેસ્ટર્ન ફ્યુઝન ડાન્સ તેમજ મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીના યુવક મહોત્સવ-ર૦૧૭માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ એકાંકીની પ્રસ્તુતિ કરવામાં આવેલ.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો.શૈલેષ ઝાલા તથા અતિથિ વિશેષ તરીકે મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીના ઓએસડી ડો.વેદાંત પંડયા, ફોટોગ્રાફર અમુલ પરમાર તથા લોકગાયિકા રાજશ્રી પરમાર ઉપસ્થિત રહેલ. આ ઉપરાંત કાર્યક્રમમાં શૈક્ષણિક, રમત-ગમત તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તેમજ પારિતોષીકથી નવાજવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થામાં ટ્રસ્ટીઓ, ઈન્ચાર્જ આચાર્ય ભાવેશ જાની, સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવેલ.

Previous article સિહોર પ્રા.શાળાના બાળકો વિજ્ઞાનનગરીની મુલાકાતે
Next article આવાસ યોજનાના પ્રશ્નો અંગે આવેદન અપાયું