શિયાળબેટ ગામે તુટી ગયેલી જેટી નવી બનાવવાની માંગ

971
guj5-1-2018-4.jpg

અનેકવાર રજૂઆતો કરવા છતાં જાફરાબાદના અરબી સમુદ્રના ટાપુ શિયાળબેટમાં એક માત્ર પીપાવાવ પોર્ટની તુટી-ફુટી ગયેલ જેટી પરથી બીતા બીતા રોજેરોજ દસ હજારની વસ્તી ધરાવતા ગામની જનતા હોડીમાં બેસી રાજુલા-જાફરાબાદ રોજીરોટી તેમજ વિદ્યાર્થીઓને ગામમાં રહેલી શાળા તથા હાઈસ્કુલ અને દવાખાનાનો સ્ટાફ, શિક્ષકો, ત.ક. મંત્રીઓ સહિત અવરજવર કરે છે અને છેલ્લા ઘણા સમયથી આ જેટી તથા ગામનો ડંકો એટલે ગામની પેસેન્જર ઉતરવાની જગ્યા જેટી જે દરિયાના બન્ને છેડેની જગ્યા સાવ તુટી ગયેલની જાણ પીપાવાવ પોર્ટ અને ફીજરીશ વિભાગને કરવાની હોય છે પણ આજ સુધી કોઈ કાર્યવાહી ન થતા ૧૦ હજારની વસ્તી ધરાવતા ગામ લોકો દ્વારા રોષ ફાટી નિકળ્યો છે. અરે કોઈપણ એક વ્યક્તિનો પગ લપસ્યો તો સીધો જ દરિયામાં ગરક થઈ જશે અને દરિયાકાંઠેથી જ ઉંડો છે અને જો ડંકો તુટ્યો તો કેટલી જાનહાની થાય તે કહેવું મુશ્કેલ છે પણ તેની જવાબદારી કોની માટે તાત્કાલિક આ બન્ને સાઈડો શિયાળબેટ ગામ અને સામે કાંઠે પીપાવાવ પોર્ટની જેટી નવેસરથી નહીં બનાવે તો હવે ગ્રામલોકોની તમામ હોડીઓ દરિયો ચક્કાજામ કરવાની સરપંચ હમીરભાઈ, રૂપસંગભાઈ, ઉપસરપંચ જેઠુરભાઈ સહિત ગામ આગેવાનો ન છુટકે જલદ આંદોલન કરવા મજબુર થશે અને તેમાં સંભવિત થયેલ પરિણામો પીપાવાવ પોર્ટ અને ફીજરીશ વિભાગની રહેશે તેમ સરપંચ હમીરભાઈ શિયાળે જણાવાયું છે.