સાંઈ કેમ્પસમાં તાલીમ લઈ રહેલાં દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગરના કોર્પોરેટર નાઝાભાઈ ઘાંઘર દ્વારા ટ્રેકશુટ, શુઝ વગેરેની કીટ દ્વારા તેમના પ્રશિક્ષણમાં વધુ સરળતા રહે તે માટે વિતરણ કરવામાં આવ્યું હતું.
સાંઈ કેમ્પસમાં આયોજિત સ્નેહમિલન સમારોહમાં નાઝાભાઈ ઘાંઘરને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે તેમને ખેલાડીઓને મદદરૂપ થવાના અને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ કીટનું વિતરણ કરી ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ પ્રસંગે વિરસિંહ ચૌહાણ દ્વારા આભાર સહિત દરેકનો ખેલ પ્રત્યેનો અભિગમ કેવો હોવો જોઈએ તેમ કહી તેમની સરાહના કરી હતી. આમાં કેટલાંક આંતર રાષ્ટ્રીય ખેલાડી તરીકે જળકેલાં દિવ્યાંગો પણ ઉપસ્થિત હતા.



















