થોડા સમય પહેલા ગુજરાત સહિતના રાજ્યોમાં ચોટલીકાંડે તરખાટ મચાવ્યો હતો, જો કે માંડમાંડ લોકો આ ઘટનાઓ ભૂલ્યા હતા ત્યાં જ વળી ફરી આ ચોટલીકાંડ નું ભૂત ધુણ્યું છે.પાલીતાણા ના દુધાળા ગામે રાત્રી દરમિયાન મારવાડી યુવતીની ચોટલી કપાતા લોકોમાં ફરી ભયનો માહોલ જોવા માળ્યો છે.
સમગ્ર ગુજરાત સહીત રાજ્યોમાં પણ ચોટલીકાંડે તરખાટ મચાવ્યો હતો અને લોકોમાં એક ભયનો માહોલ ફેલાયો હતો જો કે બાદમાં કેટલીક ઘટનામાં જાતે જ ચોટલીલો કાપી હોવાના ખુલાસા પણ થયા હતા, આમ માંડમાંડ આ ઘટનાઓ વિસરાઈ હતી ત્યાજ ફરી ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામે ચોટલી કાંડ સામે આવ્યુ છે. પાલીતાણાના દુધાળા ગામે રહેતી અને હીરા ઘસવાનું કામ કરતી આશુબેન નામની મારવાડી યુવતી અને તેનો પરિવાર ગઈકાલ સાંજે મજુરી કામેથી આવી અને રાત્રીના આગિયાર વાગ્યા આજુબાજુ સુઈ ગયા હતા જો કે સવારે જ્યારે ભોગ બનનાર યુવતીના માતા જાગ્યા ત્યારે આશુ નો ચોટલો કપાયેલી હાલતમાં બાજુમાં પડેલો જોવા મળતા તેઓ ડઘાઈ ગયા હતા, તેઓના માટે રાત્રીના સુઈ ગયા બાદ આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે, જો કે આ ઘટનાથી પરિવારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું, જો કે ભાવનગર જીલ્લામાં આ બીજી ઘટના છે અને પાલીતાણામાં પ્રથમ ઘટના હોય નાનકડા એવા દુધાળા ગામે ભયનો માહોલ જોવા મળ્યો હતો.



















