બ્રાહ્મણ સમાજે હાર્દિક પટેલ વિરુદ્ધ રેલી યોજી પૂતળા દહન કર્યું

921
gandhi712018-2.jpg

પાટીદાર આંદોલન સમિતિનાં કન્વીનર હાર્દીક પટેલ દ્વારા બ્રાહ્મણ સમાજનાં પુરુષ અને મહીલાઓનાં ચરિત્ર બાબતે અભદ્ર ટીપ્પણી કરાતાં બ્રાહ્મણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. જેને બ્રાહ્મણ સમાજે પોતાના માતા-બહેનોનું ઘોર અપમાન ગણાવીને આજે યાત્રાધામ અંબાજી ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. તમામ બ્રહ્મ સમાજનાં આગેવાનોએ અંબાજી પોલીસ સ્ટેશને પહોંચી પોલીસ હાર્દિક પટેલ વિરૂદ્ધ આવેદનપત્ર આપ્યું હતું અને ફરિયાદની માગ કરી હતી.
 આટલું જ નહિં બ્રાહ્મણોએ ચિમકી પણ ઉચ્ચારી છે કે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે. બ્રાહ્મણ સમાજે રેલી દરમિયાન હાર્દિક પટેલના પૂતળાનું દહન કર્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો. 

Previous articleયમરાજાનું કાળચક્રઃ રાજ્યમાં ૩ જગ્યાએ અકસ્માત, ૬નાં મોત, ૧૦થી વધુ ઈજાગ્રસ્ત
Next articleબોલો…તબીબના સ્થાને નર્સિંગ સ્ટાફ દર્દીઓની સારવાર કરે છે