AMCના હેલ્થ વિભાગમાં ઘોર બેદરકારી સામે આવી છે. અહી તબીબના સ્થાને નર્સિંગ સ્ટાફ દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને છસ્ઝ્રના હેલ્થ વિભાગ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
આ ઘટના બની છે વિરાટનગર અર્બન હેલ્થ સેન્ટરમાં કે જ્યાં વિપક્ષી નેતા ઓચિંચી તપાસમાં ગયા હતકા. જે દરમિયાન આ ઘોર બેદરકારી સામે આવી છે. અહીં નર્સિંગ સ્ટાફે વિપક્ષી નેતાની પણ સારવાર કરી નાખી. જ્યારે સારવાર દરમિયાન મુખ્ય તબીબ વિપુલ પ્રજાપતિ ચેમ્બરમાં જ બેસી રહેતા જોવા મળ્યા હતા. જ્યારે નર્સિંગ સ્ટાફ ટેરેન્સ ક્રિશ્ચિયન સારવાર કરતો હતો. જેને લઈને છસ્ઝ્રના હેલ્થ વિભાગ પર અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે જોવાનું એ રહે છે કે આટલી મોટી ઘોર બેદરકારી સામે આવતા તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.



















