બોરાટ સમાજ સંરક્ષણ ઉથ્થાન અર્થે સંગઠન નિર્માનો આરંભ કરાયો

746
guj712018-2.jpg

અખિલ ભારતી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાન ગુજરાત રાજ્ય પ્રમુખ શંભુજી રાવ (બારોટ)તેમજ ધર્મ જાગરણના દેવેન્દ્રભાઈ કપીલભાઈ દ્વારા બારોટ સમાજના સંગઠન માટે સૌરાષ્ટ્રના તેમજ જીલ્લા તાલુકામાં વંશાવલી સંસ્થાના ફોર્મ ભરવાનું યુવાનો દ્વારા જબરજસ્ત આવકારથી શરૂ કરાયું.
અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાના ગુજરાત પ્રમુખ શંભુજી રાવના માર્ગદર્શનથી ધર્મ જાગરણના દેવેન્દ્રભાઈ ધર્મજાગરણ પ્રાન્ત સંયોજક તેમજ સૌરાષ્ટ્રના ૪ જિલ્લાના સંયોજક કપીલભાઈ તેમજ રમેશભાઈના માર્ગદર્શનથી સૌરાષ્ટ્રના સાતેય જિલ્લાના બારોટ સમાજના યુવાનો વડીલોની છત્રછાયામાં વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ અને રાજસ્થાન રાજ્ય સરકારના ઉચ્ચ પદે બીરાજમાન મહેન્દ્રસિંહ બોરાજ (બારોટ)ને ગુજરાતમાં તેમના સ્વાગત અને સંન્માન માટેનાં કાર્યક્રમો યોજાશે તેમજ આજે રવિવારે દરેક તાલુકાઓમાં વંશાવલી સંસ્થાનની અગત્યની મીટીંગોનો દોર શરૂ થશે અને સાથે સભ્ય નોંધણી ફોર્મ ભરાશે તે સાતેય જીલ્લા તેમજ ઉત્તર ગુજરાતમાં આ કાર્ય પુર જોશમાં શરૂ છે સમગ્ર ગુજરાતમાં દોઢ લાખ બારોટની જન સંખ્યાના ફોર્મ ભરી રાજ્ય સરકારને સુપ્રત કરી રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્રસિંહ બોરાજ દ્વારા જ ગુજરાત રાજ્ય સરકારને સુપ્રત કરી બારોટ સમાજના ઉત્થાન ઉત્કર્ષ માટે વંશાવલી સંસ્થાના નેજા હેઠળ બારોટ  સમાજના ‘નિગમ’ની માંગ કરાશે દેવેન્દ્રભાઈ, કપીલભાઈ તેમજ શંભુજીરાવ જરૂર પડે ત્યાં હાજર રહેશે તેમજ રાજકોટમાં મળેલ સાત જિલ્લાની અગત્યની બેઠક કનકભાઈ બારોટની હાજરીમાં ગુલાબદાન બારોટ દ્વારા ઘોષણા કરવામાં આવેલ તે યુવાનો દ્વારા જબરજસ્ત આવકાર મળેલ છે.

Previous articleજાન્યુ. અંતમાં વિધાનસભાની મળશે બેઠક, નવા અધ્યક્ષની યોજાશે ચૂંટણી
Next articleભેરાઈ ગામે થયેલ મારામારી લૂંટનો ભેદ ઉકેલાયો