નવી ટેક્નોલોજી અને સાયન્સ ક્ષેત્રે યુવાનો પ્રગતિ કરી દીર્ધર્દષ્ટિ કેળવી આગળ વધેઃપરબતભાઇ પટેલ

744
gandhi812017-5.jpg

પાણી પુરવઠા અને સિંચાઇ રાજય મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષેામાં ચૌધરી સમાજમાં ધણાં નવા ક્ષેત્રોમાં બદલાવ આવ્યો છે. નવી ટેકનોલોજી અને સાયન્સ ક્ષેત્રે યુવાનો પ્રગતિ કરી દર્ધર્દષ્ટિ કેળવી પ્રગતિ કરે તેવી અપીલ મંત્રીએ કરી હતી. 
ગાંધીનગર આંજણા(ચૌધરી) સમાજના વિશાળ સ્નેહમિલન કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમાજના યુવાનો દીર્ધર્દષ્ટિ કેળવીને આગળ વધે. યુવાનોનાં વિકાસ માટે સમાજનું પીઠબળ ખૂબ જરૂરી છે. સમાજ શિક્ષણની સાથોસાથ ધંધા-રોજગાર ક્ષેત્રે આગળ વધી ગ્લોબલ સમીટ દ્વારા બીઝનેસના ક્ષેત્રમાં પણ સપનાઓ જોવા જોઇએ. 
પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્નેહ મિલન સમારંભના આયોજનથી સમાજ માં એકતા, સંગઠન, આત્મીયતા અને નવા વિચારોનું આદાન-પ્રદાન થાય છે. સમાજના સર્વાંગી વિકાસમાં શ્રેષ્ઠીઓએ નવી દિશા ચીંધી છે. સમાજના સાતત્યપૂર્ણ વિકાસ માટે વિકાસની ધણી મંઝીલો સર કરવાની બાકી છે. જ્ઞાનની સદીમાં કોઇની મોનોપોલી રહી નથી. નોલેજને કેન્દ્રસ્થાને રાખીને ચૌધરી સમાજ વધુ પ્રગતિ કરે તેવી અપીલ કરી હતી. 
મહાનુભાવોના હસ્તે સમાજ ના તેજસ્વી વિધાર્થઓ, ર્ડાકટરો તથા સ્નેહમિલન કાર્યક્રમમાં નોંધપાત્ર યોગદાન આપનાર પૂર્વ કોર્પોરેટર શંકરભાઇ બી. ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્ગ-૧ના અધિકારીઓ અને ખાસ એવોર્ડ વિજેતાઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે ગાંધીનગર ચૌધરી સમાજના પરિવાર પરિચય ડીરેકટરનું વિમોચન કરવામાં આવ્યું હતું. 
અતિથી વિશેષ પદે ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલ, દિયોદરના ધારાસભ્ય શિવાભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર ચૌધરી સમાજ દ્વારા શૈક્ષણિક સેવાકીય અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચીંગ કલાસ સહિતની વિવિધ સમાજોપયોગી સારી કામગીરી કરે છે. સમાજ અને ખાસ કરીને યુવાનોના વિકાસમાં સામાજિક સંગઠનો અને સમાજની એક્તા ખૂબ જ અનિવાર્ય છે.  ગાંધીનગર ચૌધરી સમાજના પ્રમુખ વિષ્ણુભાઇ એન. ચૌધરી(મેટ્રો) તથા મહામંત્રી ઇશ્વરભાઇ ચૌધરીએ સમાજની પ્રગતિ માટે હાથ ધરેલાં વિવિધ કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે વિજાપુર એ.પી.એમ.સી ના વાઇસ ચેરમેન શ્રી કનુભાઇ ચૌધરી સહિત સમાજના અગ્રણી ઓ અને ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ચૌધરી એકેડમીના વર્ગ-૧-૨ના સફળ થયેલા વિધાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

Previous articleઆરટીઓમાં નંબર પ્લેટની ધીમી કામગીરીથી હોબાળો
Next articleખાડામાં પડી ગયેલ સિંહબાળને બચાવાયું