રાજુલાના થોરડી નજીક અજાણ્યા વાહન અડફેટે નિલગાયનું મોત

679
guj1012018-3.jpg

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે ઉપરના થોરડી ગામ નજીક અજાણ્યા વાહને નિલગાયને અડફેટે લેતા નિલગાયનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
ગત રાત્રિના સાવરકુંડલા-રાજુલા સ્ટેટ હાઈવે ઉપર આવેલા થોરડી ગામથી બે કિ.મી. દુર અજાણ્યા વાહને નિલગાયને અડફેટે લેતા નિલગાયનું ઘટનાસ્થળે જ મોત નિપજતા નિલગાયનું શબ સવાર સુધી રોડ ઉપર પડ્યું રહેતા માંસભક્ષી પશુઓ અને રખડતા કુતરાઓએ નિલગાયને અનેક જગ્યાએથી ફાડી નાખેલ. ઘટનાસ્થળેથી અશોક સાંખટ પસાર થતા તેઓએ લાયન નેચર ફાઉન્ડેશનને જાણ કરતા સંસ્થા દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગે શબનો કબ્જો લઈ આગળની કાર્યવાહી કરેલ છે.

Previous articleછેલ્લાં સ્ટેજમાં પહોંચેલી લીવરની બિમારીનો ટ્રાન્સપ્લાન્ટથી ઉપચાર શક્ય
Next articleરાજુલા આહીર સમાજની વાડીમાં શાકોત્સવ યોજાયો