વર્ષા સોસાયટીમાં બેકારીથી કંટાળી જઈ યુવાનનું અગ્નિસ્નાન

663
bvn1212018-12.jpg

શહેરના સુભાષનગર વર્ષ સોસાયટીમાં રહેતા કોળી યુવાને બેકારીથી કંટાળી જઈ પોતાની ઓરડીમાં જાતેથી સળગી જઈ આપઘાત વ્હોરી લીધો હતો. યુવાન સળગતાની સાથે ઓરડી પણ સળગી ઉઠી હતી. જેમાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના વર્ષા સોસાયટીમાં પ્લોટ નં. ર૩ર૯માં ભાડાની ઓરડી રાખી ભાઈ-બહેન સહિતના પરિવાર સાથે રહેતા રત્ન કલાકાર વિક્રમભાઈ રવજીભાઈ બારૈયા (ઉ.વ.ર૯)ને છેલ્લા ઘણા સમયથી કામ ન મળતું હોય બેકારીથી કંટાળી જઈ આજે વહેલી સવારે પોતાની ઓરડીમાં જાતેથી સળગી જઈ આપઘાત વ્હોરી લીધો હતો. વિક્રમભાઈએ પોતાના શરીરે આગ લગાવતા આગ ઓરડીમાં પ્રસરી ગઈ હતી. જેમાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે જઈ આગને ઓળવી નાખી હતી. અને પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleકોંગ્રેસ નેતાએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની મુલાકાત લીધી
Next articleચિત્રા સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ્દ ભાગવત કથામાં શનિવારે રામજન્મોત્સવ