ચિત્રા સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ્દ ભાગવત કથામાં શનિવારે રામજન્મોત્સવ

872
bvn1212018-4.jpg

ભાવનગરના આંગણે ચિત્રા માર્કેટીંગ યાર્ડ સામે નુતન શિખરબધ્ધ સ્વામિનારાયણ મંદીરનું નિર્માણ કાર્ય ચાલુ છે. જેના પટાંગણમાં ૯મીથી અંત નિવાસનો ઉદ્દઘાટન મહોત્સવ અને તે નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો હતો.
આગામી-૧૩મીને શનિવારે ૬-૦૦ કલાકે રામજન્મ મહોત્સવના પ્રસંગને ધામધુમથી ઉજવવામાં આવશે. અને એજ રાત્રીએ ભાવેણાના આંગણે પ્રથમ વખત રત્નાકર મહોત્સવ યોજવામાં આવ્યો છે. રાત્રીના લોકડાયરામાં અનેક નામી-અનામી કલા જગતના મહારથીઓ પોતપોતાની કલા રજુ કરી ભાવિક ભકતોને આનંદના હિલોળે ચડાવશે. એક સાથે અનેક નામી કલાકારો એક મંચ ઉપર પોતપોતાનું કૌવત બતનાવવા ઉત્સુક હોય ત્યારે એ યાદગાર પ્રસંગને માણવા- લાભ લેવા ભાવેણાવાસીઓ પણ ખુબ જ ઉત્સુક છે. દેરક વર્ષ સરધાર સંસ્થાન દ્વારા રત્નકર મહોત્સવના માધ્યમથી કલાજગતના અનેક મહાનુભાવોને સન્માનિત કરવામાં આવે છે. સરધાર અને વડોદરા બાદ આ પાંચમો રત્નાકર મહોત્સવ ભાવેણાના આંગણે રાખવામાં આવ્ય્‌ છે. રત્નાકર મહોત્સવમાં ખાસ સ્વામિનારાયણ સંપ્રદાયના ધીંગધણી એવા હરિભકતોના હૃદય સમ્રાટ, પ.પુ.૧૦૮ ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ વૈષ્ણવાચાર્ય પ.પુ. ગોસ્વામી ૧૦૮ આનંદ બાવાના વરદ હસ્તે કલાકારોના સન્માન રત્નાકર સન્માન કરવામાં આવશે. ભાવેણાના આંગણા અવસર હોય અને ભાવેણા સ્ટેટ તેમાં ખાસ વિશેષ ઉપસ્થિત રહી સોનામાં સુગંધ ભળશે. ભાવેણાના નેકનામદાર મહારાજા રાખોલ વિજયરાજસિંહ ગોહિલ તેમજ યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહેશે.

Previous articleવર્ષા સોસાયટીમાં બેકારીથી કંટાળી જઈ યુવાનનું અગ્નિસ્નાન
Next articleસંક્રાંતિ પર્વ પૂર્વે ટોપી, ચશ્મા સહિતની ધૂમ મચી