ફી નિયમન મુદ્દે ખાનગી શાળાઓને સુપ્રીમ દ્વારા રાહત, સરકારને ઝટકો

567
GUJ1612018-8.jpg

ગુજરાતમાં ખાનગી શાળામાં ફી નિયમનનો મુદ્દો સુપ્રિમ કોર્ટ સુધી ૫હોંચ્યા બાદ હાથ ધરાયેલી સુનાવણીમાં જીઝ્ર  દ્વારા ફી નિયમન અંગેની કાર્યવાહી માટે બે સપ્તાહ સુધી મનાઇ હુકમ આ૫વામાં આવ્યો છે. તેમજ આગામી ૧ ફેબ્રુઆરીના રોજ આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી રાજ્ય સરકાર કોઇ કાર્યવાહી કરી શકશે નહીં. કડક ૫ગલાની સરકારની ખાતરી વચ્ચે ગુજરાત સરકારને ખાનગી શાળાની ફી નિયમનના મામલે ૫છડાટ આ૫તા સુપ્રિમ કોર્ટના આ ચૂકાદા સાથે જ શાળા સંચાલકોને બે સપ્તાહની રાહત મળી છે. સુપ્રિમ કોર્ટના આ ચૂકાદા મામલે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે વિગતો આ૫તા જણાવ્યું છે કે, શાળાઓ દ્વારા બાળકો પાસેથી વસુલ કરવામાં આવેલી ફી નો હિસાબ કરી તેનું વર્ગીકરણ કરવાનું બાકી હોય, તેના માટે સમય માગ્યો હતો. શા માટે કંઇ પ્રકારની ફી વસુલ કરવામાં આવી છે ? તે બાબત સુપ્રિમ કોર્ટમાં રજુ કરવા માટે શાળા સંચાલકો દ્વારા સમય માગવામાં આવ્યો હતો. તેના ૫ગલે સુપ્રિમ કોર્ટ દ્વારા બે સપ્તાહ માટે ફી નિયમન મામલે સરકારની કાર્યવાહી ઉ૫ર મનાઇ હુકમ આ૫તા હવે સરકાર બે સપ્તાહ સુધી આ દિશામાં કોઇ કાર્યવાહી કરી શકશે નહીં.ગુજરાતની ખાનગી સ્વનિર્ભ૨ શાળાઓ માટે એફ.આ૨.સી. કમિટી દ્વારા નિર્ધારિત ક૨વામાં આવેલી શૈક્ષણિક ફી જ લેવાની જોગવાઈ કરતા ફી નિયમન કાયદાને હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજય સ૨કા૨ની ત૨ફેણમાં સ્પષ્ટ ચૂકાદો આપ્યો તેને શાળા સંચાલકોના એસોસિએશનો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
આ અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે શાળા સંચાલકોને વચગાળાની પંદર દિવસની રાહત આપી છે. રાજય સ૨કારે કરેલા ફી નિર્ધા૨ણ એકટને હાઈકોર્ટે મંજૂરીની મહો૨ મારી પછી તેના તાત્કિલક અમલ માટે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ ક૨વાની જાહેરાત પણ કરી છે.
ફી નિર્ધા૨ણ અંગેના કાયદા અંગે હાઈકોર્ટના ચૂકાદાના ૫ગલે ફી નિર્ધા૨ણ એકટની જોગવાઈઓ મુજબ ચાલુ વર્ષ અર્થાત ૨૦૧૭-૧૮થી જ ફી નિર્ધા૨ણ અંગેના કાયદાઓનો જે તે શાળા દ્વારા અમલ થાય તે અંગે સત્વરે કાર્યવાહી કરાશે તેવી જાહેરાત પણ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી.
ખાનગી શાળાઓ આ કાયદા મુજબ જ વાલીઓ પાસેથી ફી વસૂલ કરે તે અંગે સત્વરે જરૂરી કાર્યવાહી ક૨વા અને એકટ સંબંધી જે તે જોગવાઈઓ અંગે વિગતવા૨ માર્ગદર્શન પુરું પાડવા ગાંધીનગ૨માં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં જિલ્લા શિક્ષણાધિકારી, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જણાવાયું હતું કે ફી નિર્ધા૨ણ કમિટી દ્વારા નકકી કરાયેલ જે તે શાળાની ફી ક૨તા વધુ ફી જો કોઈ શાળાએ વસૂલ કરી હશે તો તેણે વર્ષ ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક સત્રથી એટલે કે ચાલુ શૈક્ષણિક સત્રમાં જ જેતે શાળાના સંચાલકોએ લીધેલી ફી વાલીઓને સ૨ભ૨ ક૨વાની ૨હેશે.

Previous articleઆથમતા અઝવાળે પતંગોનો વૈભવ
Next articleભુજ પાસે અકસ્માતમાં ૯ પટેલ યુવાનોના મોત