બરવાળા ખાતે સંસ્કાર ભારતી શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો

665
guj3032018-3.jpg

બોટાદ જિલ્લાના બરવાળા મુકામે આવેલ આવિષ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી પ્રાથમિક શાળા તેમજ સંસ્કાર ભારતીય વિદ્યાંમદિર શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. જે પ્રસંગે ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રતાપસંગ બારડ (ઉપપ્રમુખ, બરવાળા ન.પા.), દિલુભા ઝાલા, ભારતસિંહ ઝાલા (પ્રોફેસર), ડો.સી.જી. ચૌહાણ, જીતેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ ચેરમેન, એપીએમસી, ભાવનગર) સહિતના આગેવાનો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમ અન્વયે સરસ્વતી પ્રાથમિક શાળા તેમજ સંસ્કાર ભારતીય વિદ્યામંદિરના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત આગેવાનોના હસ્તે પ્રમાણપત્રો-મોમેન્ટો-ઈનામ આપી સત્કારવામાં આવ્યા હતા તેમજ બન્ને શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારના લોકનૃત્યો, ગરબા, રાજસ્થાની ટીપ્પણી, મિશ્રરાસ, તલવાર રાસ, ફિલ્મી નૃત્યો તથા પાર્ટ ઓફ ધન્યધારા સૌરાષ્ટ્ર નાટક રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા.

Previous article દામનગરમાં પરશુરામ જયંતિના આયોજન અંગે બ્રહ્મસમાજની બેઠક
Next article જાફરાબાદ નગરપાલિકાના સભ્યોનું કામધેનુ ગૌશાળા દ્વારા સન્માન