ડો.તોગડિયાના સ્વાસ્થ્ય માટે પાલિતાણામાં ગાયત્રી યજ્ઞ કરાયો

744
bvn1712018-2.jpg

ગઈકાલે બનેલી ઘટના જે વિશ્વહિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કા. અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાની ધરપકડ અને ગુમ થયાના સમાચાર અને સાંજે બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવા આવેલ જેમના કારણે સમગ્ર ગુજરાત અને ભારતમાં હિન્દુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં અને ઠેર-ઠેર રોડ ઉપર કાર્યકર્તા આવી ગયા હતાં.
હિંદુ સમાજની ચિંતા કરતા અને પોતાના પરિવારને પણ છોડી દીધું છે. તેવા હિંદુ સમ્રાટ ડો. પ્રવિણભાઈ તોગડિયા નાજુક તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે તે જલ્દી સારા થાય અને સમગ્ર હિંદુ સમાજ તેમની સાથે છે અને ગમે તેવા પડકારો સામે લડવાની ભગવાન રામ શકિત આપે. તેવી પ્રાર્થના માટે આજરોજ તા. ૧૬-૧ મંગળવારના બપોરે ૩ વાગે ભૈરવનાથ મંદિરના પ્રાંગણમાં વિશ્વહિંદુ પરિષદ, બજરંગદળ, ગૌરક્ષા પ્રખંડ પાલિતાણા દ્વારા સૌ કાર્યકર્તા દ્વારા ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવેલ.