બ્રહ્મપડકાર દ્વારા પરશુરામ ભગવાનની મહાઆરતીનું આયોજન

1145
bvn1352017-5.jpg

શહેરના પ્રવેશદ્વાર પાસે આવેલા આખલોલ જકાતનાકા પાસે સ્થાપિત કરાયેલ ‘પરશુ શસ્ત્ર’ પાસે બ્રહ્મપડકાર ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
તાજેતરમાં બ્રહ્મપડકાર ભાવનગર ગ્રુપ દ્વારા આખલોલ જકાતનાકા નજીક આવેલ પુલનું પરશુરામ બ્રિજ નામકરણ આપવામાં આવેલ તથા ત્યાં સર્કલમાં ભગવાન પરશુરામનું શસ્ત્ર ‘પરશુ’ની સ્થાપના કરવામાં આવી હતી. ભાવનગર શહેર-જિલ્લામાં વસતા બ્રહ્મસમાજના લોકો-પરિવારોમાં આપસી ભાઈચારો, એકતા, અખંડિતતા તથા જ્ઞાતિભાવ મજબુત બને તે અર્થે બ્રહ્મપડકાર સંસ્થા કટીબધ્ધ છે અને ભાવેણામાં પ્રવેશતાની સાથે જ હિન્દુ ધર્મની ભાવના પ્રત્યેક વ્યક્તિઓમાં મજબુત બને તે અર્થે શહેરના પ્રવેશદ્વાર પર વર્ષો જુના બ્રિજનું નામકરણ અને પરશુ આયુધની સ્થાપના કરવામાં આવી છે. આ પરશુરામ બ્રિજ-સર્કલ ખાતે તા.૧૩-પ-ર૦૧૭ને શનિવારે સાંજે ૭ કલાકે સાધુ-સંતો, બ્રહ્મસમાજના અગ્રણીઓ તથા વિપ્ર બંધુઓની બહોળી હાજરી વચ્ચે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભુદેવ પરિવારોને મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેવા બ્રહ્મપડકાર સંસ્થાના પ્રમુખ હિતેશ રાવળ, ઉપપ્રમુખ મહેશ પંડયા, સંગઠન મંત્રી પ્રણવ રાવળ, રાજ મહેતા સહિતના હોદ્દેદારોએ અનુરોધ કર્યો છે.